• Home
  • News
  • અમદાવાદમાં ચાર મહિનામાં 3 ડોક્ટર સહિત ચારને ફરીથી કોરોના, સંક્રમિત થયેલા 40 ટકા લોકોમાં એન્ટિબોડી મળી નથી
post

ચારેયના સેમ્પલ તપાસ માટે ગુજરાત બાયોટેક્નોલોજીને મોકલી અપાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-08 12:30:20

એક વખત કોરોના થયા બાદ ફરીથી તે નહીં થાય તેવું વિચારવું કદાચ જોખમી હોઇ શકે તેવો અહેવાલ મ્યુનિ.ને મળ્યો છે. જેમાં 60 વર્ષની એક મહિલા દર્દી અને 3 તબીબો કોરોનામાં સાજા થયાના ચારથી સાડા ચાર મહિનામાં જ ફરીથી કોરોના સંક્રમિત થયા છે. તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, તેમજ તેમના સેમ્પલ તપાસ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હોવાનું મ્યુનિ. સત્તાવાળાઓએ જણાવ્યું છે.

આ ચારેય દર્દીને 13 એપ્રિલથી 21 એપ્રિલ વચ્ચે કોરોના થયો હતો. તે સમયે દર્દીઓમાં કોરોના ચેપના હળવા લક્ષણો જ જોવા મળ્યા હતા. જ્યારે બીજી વખતનો ચેપ તેમને 18 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમ્યાન લાગ્યો છે. બીજી વખત લાગેલા ચેપમાં પણ બે સિવાય તમામને હળવા લક્ષણો જણાય છે. એક દર્દીને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેઓ સાજા થઇ જતાં તેમને રજા અપાઈ છે. બીજા એક તબીબ દર્દીને જીસીઆરઆઇ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. જ્યારે અન્ય બે તબીબોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

અગાઉ કોરોના સંક્રમિત થયેેલા લોકો પૈકી 40 ટકા લોકોમાં એન્ટિબોડી મળી નથી. મ્યુનિ.એ દર્દીઓના બ્લડ સેમ્પલ, નેસોફેરીંજલ નમૂના, જીનોમ સિક્વન્સીંગ અને વાઈરસ જીનેટીક્સ વધુ વિશ્લેષણ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરને મોકલી આપ્યા છે.

4ને ફરીથી કોરોના
60
વર્ષના મહિલા ગૃહિણી
26
વર્ષના મહિલા તબીબ (એલજી)
33
વર્ષના પુરુષ તબીબ (એલજી)
33
વર્ષના પુરુષ તબીબ (જીસીઆરઆઇ)

 

adv

Related News

post
post
post
post
post
post
post