• Home
  • News
  • ફ્રાન્સમાં 55 વર્ષથી ઉપરના લોકોને જ એસ્ટ્રાઝેનેકા વેક્સિન અપાશે; આયર્લેન્ડે પણ એસ્ટ્રાઝેનેકા વેક્સિન પરનો પ્રતિબંધ હટાવ્યો
post

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને શુક્રવારે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. તેમણે સ્વયં સોશિયલ મીડિયા પર આ બાબતની માહિતી આપી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-20 15:11:45

દુનિયાભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ફ્રાન્સે એક્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિનનો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે. અહીં ફક્ત 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જ આ વેક્સિન આપવામાં આવશે. બ્લડ ક્લોટિંગના રિપોર્ટ બાદ ફ્રાન્સ સહિત ઘણા યુરોપિયન દેશોએ આ વેક્સિન પર પ્રતિબંધ લગાવ્યો હતો. ફ્રાન્સે આ નિર્ણય એવા સમયે લીધા છે જ્યારે યુરોપિયન મેડિસિન એજન્સીએ ગુરુવારે એસ્ટ્રાઝેનેકાને સુરક્ષિત અને અસરકારક જણાવી હતી.

આયર્લેન્ડે પણ એસ્ટ્રાઝેનેકા પરનો પ્રતિબંધ હટાવ્યો
બીજી તરફ, આયર્લેન્ડે પણ એસ્ટ્રાઝેનેકા પરનો પ્રતિબંધ હટાવ્યો છે. નેશનલ ઇમ્યુનાઇઝેશન સલાહકાર સમિતિએ શુક્રવારે કહ્યું હતું કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ આ વેક્સિનનો ડોઝ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આડઅસરના કેસ સામે આવ્યા પછી અહીં એસ્ટ્રાઝેનેકાના ઉપયોગ પર હંગામી ધોરણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

બોરિસ જોહન્સને વેક્સિન લગાવી
UK
ના વડાપ્રધાન બોરિસ જોહન્સને શુક્રવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું, 'મેં મારો પ્રથમ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. વૈજ્ઞાનિકો, NHS કર્મચારીઓ અને સ્વયંસેવકો સહિતના દરેકનો આભાર, જેમણે આ બનાવવામાં મદદ કરી. આપણે જે વસ્તુઓને મિસ કરીએ છીએ એને આપણા જીવનમાં ફરીથી મેળવવા માટે આ વેક્સિન લેવી શ્રેષ્ઠ વસ્તુ છે. ચાલો, વેક્સિન લગાવવામાં આવે.

WHOએ પણ આ વેક્સિન યોગ્ય હોવાનું જણાવ્યું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની એક સમિતિ અનુસાર, એવા કોઈ પુરાવા નથી કે એસ્ટ્રાઝેનેકા વેક્સિન બ્લડ ક્લોટિંગ થઈ જવાનું કારણ બને છે. આ નિષ્કર્ષ તાજેતરમાં એકત્રિત ડેટાના આધારે કાઢવામાં આવ્યો છે. સમિતિએ શુક્રવારે કહ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે પણ લોકોમાં બ્લડ ક્લોટિંગ શકે છે. જોકે આવા કિસ્સા બહુ ઓછા થયા છે. કોઈને બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ છે અને તેને હાલમાં જ વેક્સિન મળી છે, તો એનો અર્થ એ નથી કે તેને વેક્સિનને કારણે આવું થયું છે.

ફિનલેન્ડે 1 અઠવાડિયા માટે ઉપયોગ બંધ થયો
એસ્ટ્રાઝેનેકાને ક્લીનચિટ આપ્યા પછી પણ ફિનલેન્ડે 1 અઠવાડિયા માટે આ વેક્સિનનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફિનિશ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ વેલ્ફેરના પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયને આ વેક્સિન સલામત હોવાનું જણાવ્યુ છે, પરંતુ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અમે એનો ઉપયોગ કરીશું નહીં.

બ્લડ ક્લોટિંગના કોઈ પુરાવા મળ્યા નથી
યુરોપિયન મેડિસિન એજન્સીએ વેક્સિન સાથે સંકળાયેલાં જોખમોની તપાસ કરી હતી અને આ વેક્સિન કોરોનાવાયરસને રોકવામાં અસરકારક અને સલામત હોવાનું જણાવ્યું છે. બ્લડ ક્લોટિંગનો આ વેક્સિન સાથે કોઈ સંબંધ નથી.

વિશ્વમાં 12.28 કરોડ દર્દી
વિશ્વમાં દર્દીઓની કુલ સંખ્યા 12.28 કરોડને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 5.05 લાખ નવા કેસ નોંધાયા છે. 9 હજારથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમાં 9 કરોડ 90 લાખથી વધુ લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. 27 લાખ 12 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમાં હાલમાં 20 કરોડ 11 લાખથી વધુ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,425,787

554,104

22,610,325

બ્રાઝિલ

11,877,009

290,525

10,383,460

ભારત

11,554,895

159,594

11,105,149

રશિયા

4,437,938

94,267

4,049,373

યુકે

4,285,684

126,026

3,621,493

ફ્રાન્સ

4,181,607

91,679

278,263

ઈટાલી

3,332,418

104,241

2,671,638

સ્પેન

3,212,332

72,910

2,945,446

તુર્કી

2,971,633

29,864

2,788,757

જર્મની

2,645,186

75,073

2,401,700

 

adv

Related News

post
post
post
post
post
post
post