• Home
  • News
  • ભારતમાં 4માંથી 1 વ્યક્તિમાં 150 દિવસ પણ એન્ટિબોડી ટક્યા નથી; એન્ટિબોડી લાંબા સમય સુધી કોરોના સામે સુરક્ષા આપી શક્યા નથી
post

દેશમાં ચેપગ્રસ્ત થયાના 60 દિવસ પછી લોકોના શરીરમાં પ્લાઝ્મા પણ ધીમે ધીમે નિષ્ક્રિય થવા લાગ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 11:28:45

ભારતમાં કોરોના વાઈરસની અસર બાકી દુનિયાથી અલગ દેખાઈ રહી છે કેમ કે વાઈરસ વિરુદ્ધ એન્ટિબોડી ભારતીયોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકી રહ્યા નથી એટલા માટે લોકો ફરીવાર ચેપગ્રસ્ત થઈ રહ્યા છે. આઈસીએમઆરે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી 4.5%થી વધુ લોકોને એકથી વધુ વખત ચેપ લાગી ચૂક્યો છે. દુનિયામાં ફરીવાર ચેપગ્રસ્ત થવાનો દર આશરે 1% છે. દેશમાં ચેપગ્રસ્ત થયાના 60 દિવસ પછી લોકોના શરીરમાં પ્લાઝ્મા પણ ધીમે ધીમે નિષ્ક્રિય થવા લાગ્યા છે.

સીએસઆઈઆરના વિજ્ઞાનીઓએ આ મામલે રાષ્ટ્રીય સ્તરે એક સીરો સરવે હાથ ધર્યો હતો. તેમાં જાણ થઈ કે દેશના અનેક ભાગોમાં વાઈરસનો સ્થાનિક ફેલાવો થયો છે. આઈજીઆઈબી, નવી દિલ્હીના નિર્દેશક ડૉ. અનુરાગ અગ્રવાલ અનુસાર વાઈરસની લપેટમાં આવનારા 30% જેટલા એવા લોકો છે જેમના શરીરમાં 150થી 180 દિવસ પણ એન્ટિબોડી ટક્યા હતા. કેટલાક એવા પણ છે જેમનામાં 3 મહિનામાં જ એન્ટીબોડી ખતમ થઈ ગયા. લક્ષણ વગરના રોગીઓમાં એન્ટિબોડી ખૂબ જ નબળા સ્તરે પહોંચી ગયા છે.

નેધરલેન્ડ : જેમણે રસી લઈ લીધી હોય તે જ બહાર ફરી શકે છે
નેધરલેન્ડ સરકાર પર્યટન સ્થળોએ લાગુ પ્રતિબંધોમાં રાહત આપી એ જાણવા માગે છે કે લોકો બહાર ફરવા જવા તૈયાર છે કે નહીં? ડચ સરકારે શનિવારે થીમ પાર્ક અને ગાર્ડન સહિત અનેક પર્યટન સ્થળ ખોલ્યા. ત્યાં 2000થી વધુ લોકો પહોંચ્યા હતા. જોકે ડચ સરકારે ફક્ત એ લોકોને બહાર નીકળવાની મંજૂરી આપી છે જેમણે વેક્સિન લઈ લીધી છે.

અમારી કોરોના રસી ઓછી અસરકારક: ચીન
ચીનના રોગ નિયંત્રણ કેન્દ્રના નિર્દેશક ગાઓ ફૂએ સ્વીકાર્યું કે ચીનની વેક્સિનમાં બચાવ દળ વધારે નથી. ગાઓએ કહ્યું કે સમસ્યાનો સામનો કરવાનો એક વિકલ્પ એ પણ છે કે અલગ અલગ ટેક્નિકવાળી વેક્સિનનો ઉપયોગ કરવામાં આવે. ચીનની બહાર નિષ્ણાતો આ વિકલ્પ અંગે અભ્યાસ કરી રહ્યા છે.

ફ્રાન્સ : 55થી ઓછી વયવાળાને મિક્સ્ડ ડૉઝ
ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયે તેના દેશમાં 55 વર્ષથી ઓછી વયના લોકો માટે વેક્સિનના મિક્સ્ડ ડૉઝની ભલામણ કરી છે. આ ભલામણ તેમના માટે છે જેમને વેક્સિનનો બીજો ડૉઝ લેવાનો છે. બીજી બાજુ જર્મનીમાં પણ 60 વર્ષથી ઓછી વયના લોકોને વેક્સિનનો મિક્સ ડૉઝ આપવાની તૈયારી થઈ રહી છે.

દુનિયામાં કોરોનાના કેસ 13.6 કરોડને પાર
દુનિયામાં કોરોનાના કેસ વધીને 13.6 કરોડને વટાવી ગયા છે. મૃતયુઆંક 29.4 લાખ થઈ ગયો છે. 31,869,996 કેસ અને 5,75,595 મૃત્યુ સાથે અમેરિકા સર્વાધિક કોરોના પ્રભાવિત દેશ છે. જ્યારે 13,445,006 કેસ અને 3,51,469 મૃત્યુ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post