• Home
  • News
  • અમેરિકામાં ઘણાં રાજ્યોમાં બેલેટથી વોટ આપવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ચૂંટણીની નજીક સુધી, વોટ રદ થવાનું જોખમ
post

3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે બેલેટ મોકલવાની કામગીરી આ મહિને શરૂ કરી દેવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 09:37:31

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતદારો પાસે બેલેટથી વોટ આપવાનો વિકલ્પ છે. દેશનાં 50માંથી 35 રાજ્યમાં મતદારો ચૂંટણીની એટલી નજીક સુધી બેલેટ માટે અરજી કરી શકે છે કે તેમના બેલેટ ચૂંટણી અધિકારી પાસે સમયસર પહોંચે તે શક્ય નથી. તેમની પાસે અરજી કરવા અને અધિકારી સુધી બેલેટ પહોંચવામાં 12 કે તેથી ઓછા દિવસનો સમય રહેશે.

પોસ્ટલ સર્વિસ દ્વારા જણાવાયું છે કે બંને તરફની ડિલિવરીમાં 14 દિવસ સુધીનો સમય લાગી શકે છે. 2018ની મધ્યસત્ર ચૂંટણી દરમિયાન અંદાજે 1.14 લાખ મત મોડા આવવાના કારણે રદ કરાયા હતા. જોકે, મતદારો છેલ્લી ઘડી સુધી રાહ ન જુએ તો બેલેટથી વોટ આપવા તેમની પાસે પૂરતો સમય રહેશે. નોર્થ કેરોલિનામાં બેલેટ મોકલવાનું 4 સપ્ટે.થી શરૂ થશે. લોકો પાસે પૂરા 60 દિવસનો સમય રહેશે. અલબામામાં 9 જ્યારે કેન્ટકીમાં 15 સપ્ટે.થી પ્રક્રિયા શરૂ થશે.

મિનેસોટામાં મતદાનના આગલા દિવસ સુધી બેલેટ માટે અરજી કરી શકાશે

·         16 રાજ્યમાં બેલેટ માટે અરજી કરવા અને તે પરત કરવા વધુમાં વધુ 6 દિવસનો સમય મળશે. જ્યોર્જિયા, અલબામા જેવાં રાજ્યો સામેલ.

·         19 રાજ્યમાં 12 દિવસ સુધીનો સમય રહેશે. અરજદાર સુધી બેલેટ પહોંચવામાં 6 દિવસ જેટલો સમય લાગી શકે છે. ફ્લોરિડા, વર્જિનિયા જેવાં રાજ્યો સામેલ.

·         6 રાજ્યમાં આ પ્રક્રિયા માટે 14 કે તેથી વધુ દિવસનો સમય રહેશે. ન્યુ મેક્સિકો, અલાસ્કા, આયોવા, ન્યુયોર્ક, મેરિલેન્ડ અને રોડ આઇલેન્ડ સામેલ.

·         9 રાજ્યના તમામ મતદારોને અરજી વિના બેલેટ મોકલાશે. તેમાં નેવાડા, કેલિફોર્નિયા, કોલોરાડો અને વોશિંગ્ટન જેવાં રાજ્યો સામેલ છે.

ચૂંટણીના દિવસે જ સૌથી વધુ બેલેટ આવે છે
ચૂંટણીના દિવસે અધિકારીઓ પાસે 20 ટકા જેટલા બેલેટ આવે છે. બીજા દિવસે પણ મોટા પાયે બેલેટ પહોંચવાનો સિલસિલો જારી રહે છે પણ તે રદ કરવા પડે છે. પૂર્વ ચૂંટણી અધિકારી મિસ પેટ્રિક્સે જણાવ્યું કે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ માટે મોટી સંખ્યામાં બેલેટ સંભાળવા ભારે પડકારરૂપ હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post