• Home
  • News
  • જે 5 રાજ્યોમાં કોરોનાના 80% કેસ આવ્યા, ત્યાં માર્ચ-એપ્રિલમાં 61% યાત્રી વિદેશથી આવ્યા અથવા ગયા; 47% સ્થાનિક યાત્રીઓનું મૂવમેન્ટ પણ અહીં રહી
post

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં જ દેશના 80 ટકા કોરોના દર્દીઓ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 11:32:08

નવી દિલ્હી: કોરોનાના કારણે 62 દિવસથી બંધ ડોમેસ્ટિક ફ્લાઈટની સોમવારથી શરૂઆત થઈ છે. જોકે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં પણ ઘણાં રાજ્યોએ વિરોધ નોંધાવ્યો છે. કારણકે તેમનું એવું માનવું છે કે, ઉડાન શરૂ થતાં જ લોકોનું આવવા-જવાનું શરૂ થશે અને તેના કારણે કોરોના ફેલાવાનું જોખમ પણ વધી શકે છે.

આ ડર એ કારણથી પણ છે કારણકે 1 મેથી પ્રવાસી મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે. આ ટ્રેનોથી જે મજૂર ઘરે પહોંચી રહ્યા છે તેમના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. તેનું એક ઉદાહરણ ગોવા છે. ગોવા 19 એપ્રિલે કોવિડ ફ્રી જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે અહીં 50 દર્દીઓ છે. મોટા ભાગના એ જ દર્દીઓ છે જે બીજા રાજ્યોથી ગોવા પરત ફર્યા છે. ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતાં કેસ ઝડપથી વધે તેવો પણ એક ડર છે.

5 રાજ્યોમાં 25 મે સુધી 1 લાખ 647 દર્દીઓ સામે આવ્યા
સ્વાસ્થય મંત્રાલયે ગયા શુક્રવારે જ જણાવ્યું કે, દેશમાં 80 ટકા દર્દીઓ માત્ર 5 રાજ્યોમાં છે. આ 5 રાજ્યો- મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી અને મધ્ય પ્રદેશ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) પર એપ્રિલ સુધીના આંકડા આપવામાં આવ્યા છે. આ આંકડા પ્રમાણે માર્ચ-એપ્રિલમાં આ 5 રાજ્યોમાં 61 ટકા યાત્રીઓ વિદેશથી આવ્યા હતા અથવા ભારતથી બીજા દેશ ગયા હતા. જ્યારે આ બે મહિનામાં દેશના 47 ટકા યાત્રીઓની મૂવમેન્ટ પણ આ 5 રાજ્યોમાં થઈ છે. આપણાં દેશમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય અને 25 માર્ચથી ડોમેસ્ટિક ઉડાન બંધ છે. પરંતુ આ દરમિયાન વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશ લાવવામાં આવ્યા છે. આ યાત્રીઓને ત્યારપછી તેમના રાજ્ય મોકલવામાં આવ્યા હતા.

માર્ચ-એપ્રિલમાં કેટલા યાત્રીઓ આવ્યા અને ગયા
AAI
ના આંકડા પ્રમાણે માર્ચમાં 1.64 લાખથી વધારે એરક્રાફ્ટની મૂવમેન્ટ એરપોર્ટ પર રહી. તેમાંથી 77,338 એરક્રાફ્ટની મૂવમેન્ટ 5 રાજ્યોમાં નોંધાઈ. આ ફ્લાઈટથી 25.78 લાખથી વધારે યાત્રીઓ વિદેશથી આવ્યા અથવા પરત ફર્યા. જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટથી 1.5 કરોડ સ્થાનિક યાત્રીઓએ યાત્રા કરી. તેમાં 70.82 લાખથી વધારે યાત્રીઓ આ જ 5 રાજ્યોમાં આવ્યા અથવા અહીંથી બીજા રાજ્યોમાં ગયા. એપ્રિલમાં માત્ર 5 હજાર 523 એરક્રાફ્ટની મૂવમેન્ટ રહી. તેમાંથી 3,368 એરક્રાફ્ટની મૂવમેન્ટ આ 5 રાજ્યોમાં રહી હતી. એપ્રિલમાં 60 હજારથી વધારે યાત્રીઓએ મુસાફરી કરી હતી. તેમાંથી 51 હજારથી વધારે લોકો વિદેશના અને 10 હજારથી વધારે સ્થાનિક યાત્રીઓ હતા.

મહારાષ્ટ્ર જ એક એવું રાજ્ય જ્યાં સૌથી વધારે વિદેશી અને સ્થાનિક યાત્રીઓનું મૂવમેન્ટ રહ્યુ
મહારાષ્ટ્રમાં બનેલા 7 અલગ અલગ એરપોર્ટ પર માર્ચ અને એપ્રિલના મહિનામાં સૌથી વધારે યાત્રીઓું મૂવમેન્ટ જોવા મળી હતી. અહીં આ બે મહિનામાં 4.88 લાખથી વધારે ઈન્ટરનેશનલ અને 23.50 લાખથી વધારે ડોમેસ્ટિક પેસેન્જર હતા. જ્યારે કોરોનાથી સૌથી પ્રભાવિત આ 5 રાજ્યોમાં માર્ચ-એપ્રિલમાં 16 લાખથી વધારે ઈન્ટરનેશનલ અને અંદાજે 60 લાખ ડોમેસ્ટિક પેસેન્જરની મૂવમેન્ટ રહી હતી.

કયા રાજ્યોમાં કેટલા યાત્રીઓની મૂવમેન્ટ?

રાજ્ય

ઈન્ટરનેશનલ

ડોમેસ્ટિક

મહારાષ્ટ્ર

4.88 લાખ+

 23.50 લાખ+

તમિલનાડુ

2.31 લાખ+

10.15 લાખ+

ગુજરાત

95,563

6.56 લાખ+

દિલ્હી

7.88 લાખ+

27.57 લાખ+

મધ્ય પ્રદેશ

1,438

2.71 લાખ+

(આંકડા માર્ચ-એપ્રિલના છે)

 

adv

Related News

post
post
post
post
post
post
post