• Home
  • News
  • ગુજરાતના ચાર ટોલ બૂથથી એક વર્ષમાં રૂ. 1235 કરોડની આવક
post

વડોદરા ટોલ બૂથ 426 કરોડ સાથે દેશમાં સૌથી વધુ કમાઉ

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-24 14:22:32

અમદાવાદ: વર્ષ 2022-23 દરમિયાન ટોલ બૂથથી જે આવક થયેલી તેમાંથી 10 ટકા માત્ર 16 ટોલ પ્લાઝામાંથી છે. આ 16 પૈકીના ચાર ટોલ પ્લાઝા માત્ર ગુજરાતના છે, જેના દ્વારા જ એક વર્ષમાં રૂપિયા 1235 કરોડની આવક થઇ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાન જ્યારે બે-બે ટોલ બૂથ ઉત્તર પ્રદેશ-હરિયાણામાંથી છે. 

હાઇ વે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે, ગુજરાત રૂપિયા 4519 કરોડ સાથે ચોથા સ્થાને

એક અહેવાલ અનુસાર દેશના 16 ટોલ બૂથ જેના દ્વારા વર્ષમાં સૌથી વધુ કમાણી થઇ છે તેમાં વડોદરાના એલ એન્ડી ઉપરાંત ચોર્યાસીના આઇઆરબી, વાસદ અને કચ્છના સામખિયાળીનો સમાવેશ થાય છે. વર્ષ 2022-23 દરમિયાન દેશના ટોલ પ્લાઝાને જે આવક થયેલી છે તેમાંથી બે ટકા માત્ર ગુજરાતના એલ એન્ડ ટી ટોલ પ્લાઝા-રાજસ્થાનના શાહજહાંપુરમાંથી છે. આ સમયગાળામાં કુલ 100 ટોલ પ્લાઝાથી નેશનલ હાઇવેને 40 ટકા જેટલી આવક થયેલી છે. વર્ષ 2023ના લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે હાઇવે ટોલ આવકથી સૌથી વધુ કમાણી કરતાં હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5583 કરોડ સાથે મોખરે, રાજસ્થાન 5084 કરોડ સાથે બીજા, મહારાષ્ટ્ર 4460 કરોડ સાથે ત્રીજા જ્યારે ગુજરાત 4519 કરોડ સાથે ચોથા સ્થાને છે. 

અલબત્ત, તમામ હાઇવે કમાણી જ કરાવી આપનારા છે તેવું પણ નથી. સરકાર દ્વારા ટોલ બૂથની સંખ્યા વધારવામાં આવે છે અને તેમ અન્ય ટોલ બૂથની આવક ઉપર પણ અસર પડે છે. ટોલ બૂથથી વર્ષ 2015-16માં સરેરાશ રૂપિયા 116 કરોડની આવક થતી હતી અને 2021-22માં ઘટીને સરેરાશ રૂપિયા 46 કરોડ થઇ ગઇ છે. કોવિડ બાદ દેશમાં ટોલ પ્લાઝાની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. 2014-15માં 145, 2019-20માં 631 જ્યારે 2021-22માં 959 ટોલ બૂથ સમગ્ર દેશમાં થઇ ગયા છે. 

રોડ ટોલ કલેક્શનથી આવક છેલ્લા 7 વર્ષમાં 3 ગણી વધી ગઇ છે. વર્ષ 2015-16માં તે 17759 કરોડ, વર્ષ 2016-17માં તે 18512 કરોડ, વર્ષ 2017-18માં 22665 કરોડ હતી તે વર્ષ 2022-23માં વધીને રૂપિયા 48028 કરોડ થઇ ગઇ છે. આગામી વર્ષ 2025 સુધીમાં 27 હજાર કિલોમીટરના હાઇવેથી નાણા વસૂલાશે તેવી શક્યતા છે. 

વર્ષ 2022-23માં દેશના સૌથી 'કમાઉ'  ટોલ પ્લાઝા

ટોલ પ્લાઝા           

રાજ્ય

આવક

એલ એન્ડ ટી વડોદરા               

ગુજરાત

456 કરોડ

શાહજહાંપુર            

રાજસ્થાન

442 કરોડ

ઘરોંદા         

હરિયાણા

358 કરોડ

બારાજોર              

ઉત્તર પ્રદેશ

350 કરોડ

જાલાધુલગોરી         

પ.બંગાળ

326 કરોડ

આઇઆરબી ચોર્યાસી        

ગુજરાત

319 કરોડ

ભાગાન        

હરિયાણા

300 કરોડ

જયપુર        

રાજસ્થાન

271 કરોડ

છાજરાસી              

ઉત્તર પ્રદેશ

258 કરોડ

લડોવાલ              

પંજાબ

253 કરોડ

ક્રિષ્નાગિરી             

તામિલનાડુ

251 કરોડ

ખેડ-શિવાપુર           

મહારાષ્ટ્ર

249 કરોડ

ખાંડી ઓબ્રી            

રાજસ્થાન

244 કરોડ

વાસદ         

ગુજરાત

231 કરોડ

દેવાનહાલ્લી           

કર્ણાટક

230 કરોડ

સામખિયાળી           

ગુજરાત

229 કરોડ


adv

Related News

post
post
post
post
post
post
post