• Home
  • News
  • દક્ષિણ કોરિયામાં સરકાર વિરુદ્ધ 10 હજાર લોકો રસ્તા પર ઊતર્યા, વિરોધમાં ડિસ્ટન્સિંગ જ ભૂલી ગયા
post

દક્ષિણ કોરિયામાં સરકાર વિરુદ્ધ 10 હજાર લોકો રસ્તા પર ઊતર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 08:52:00

સિયોલ: દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં 10 હજારથી વધુ લોકોએ શનિવારે સરકાર વિરુદ્ધ રેલી યોજી હતી. જોકે કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખી અહીં પણ કડકાઈ લાગુ છે છતાં તંત્ર નારાજ લોકોને રોકવામાં નિષ્ફળ રહ્યું. કોરોના પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેવા તથા સરકારના અનેક નેતા-અધિકારીઓના કૌભાંડો સામે આવતાં લોકો રોષે ભરાયા હતા. તેમણે રાષ્ટ્રપતિ મૂન-જે-ઈન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને સરકારના રાજીનામાંની માગ કરી હતી.

ચર્ચે આગ્રહ કર્યો એટલે ભીડ એકઠી થઈ
આ રેલીમાં હાજરી આપવા સોશિયલ મીડિયા પર ચર્ચના પાદરીએ લોકોને અપીલ કરી હતી. પરિણામે આશા કરતાં પણ વધુ લોકો રેલીમાં ઉમટી પડ્યાં. સિયોલમાં તાજેતરમાં કોરોનાના 146 કેસ સામે આવ્યા હતા. તેમાં 107 સારંગ ઝીલ ચર્ચ સંબંધિત હતા. આ ચર્ચના વડા પાદરી જૂન ક્વાંગ હેંગ છે. આ ચર્ચ પણ શિનજિયોન્જી ચર્ચની જેમ વિવાદિત રહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જૂન ક્વાંગના આગ્રહ બાદ જ હજારો લોકો ઉમટી પડ્યા હતા.

કોરોનાની બીજી લહેરનું જોખમ
તંત્રએ લોકોને રોકવા 6000 પોલીસકર્મી તહેનાત કર્યા પણ તે નિષ્ફળ રહ્યાં. નિષ્ણાંતોએ આટલા લોકો એકઠાં થવા મામલે કોરોના વિસ્ફોટ થવાની આશંકા વ્યક્ત કરી હતી. ગત 24 કલાકમાં અહીં કોરોનાના 166 નવા દર્દી મળ્યાં હતાં. પાંચ મહિના અગાઉ ચેપની શરૂઆત થયા બાદ આ સૌથી મોટી સંખ્યા છે. દેશમાં કુલ 15,318 કોરોના ચેપગ્રસત છે. અત્યાર સુધી 305 લોકો મૃત્યુ પામ્યાં છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post