• Home
  • News
  • આચાર સંહિતા લાગુ થયા પછી ચૂંટણી પંચની સૌથી મોટી કાર્યવાહી, ગુજરાત સહિત 6 રાજ્યના ગૃહ સચિવને હટાવ્યા
post

બધા અધિકારીઓ પાસે એડિશનલ ચાર્જ હતો, પશ્વિમ બંગાળના ડીજીપીને પણ હટાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-18 17:50:30

નવી દિલ્લી : લોકસભા ચૂંટણી પહેલાં સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જેના કારણે ચૂંટણી પંચ પાસે તમામ સત્તાઓ આવી ગઈ છે. જેનો ઉપયોગ કરતાં  ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પંચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત વધારાના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને પણ હટાવી દીધા છે.

એડિશનલ ચાર્જ સંભાળતાં ગૃહ સચિવ પર તવાઈ:

ચૂંટણી પંચે સોમવારે ગુજરાતના પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ગૃહ સચિવને પણ હટાવી દીધા છે. આ તમામ લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચાર્જ સંભાળતા હતા. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સામે નારાજગી વ્યક્ત કરતા પંચે BMC અને વધારાના/ડેપ્યુટી કમિશનરોને સાંજે 6 વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા અને અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવવામાં આવ્યા હતા. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની સોમવારે બપોરે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


ગુજરાતના અધિક ગૃહ સચિવને હટાવાયા

ગુજરાતના અધિક ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબિ ધરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016માં વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post