• Home
  • News
  • આત્મનિર્ભર:અલ સાલ્વાડોરના સેન્ટા એના કસ્બામાં લોકો ભૂખ્યા મરે તેવી નોબત હતી, કમ્યૂનિટી ગાર્ડન અને તળાવે આત્મનિર્ભર બનાવી દીધા
post

સેન્ટા એનાના ચર્ચના પાદરી અને બાળકોની મહેનત રંગ લાવી, 1,700 પરિવાર ખુશ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 10:20:47

કોરોના મહામારીથી કોઇ દેશ કે કોઇ મોટું શહેર બચ્યા નથી. તેવી જ સ્થિતિ અલ સાલ્વાડોરના સેન્ટા એના કસ્બાની પણ થઇ ગઇ હતી. અહીંના મુખ્ય ચર્ચમાં લોકોનું આવવાનું બંધ થઇ ગયું. ત્યાર બાદ ચર્ચની પ્રવૃત્તિઓ પર પણ રોક લગાવાઇ. તેનાથી પણ મોટી સમસ્યા ચર્ચની નજીકમાં રહેતા 1,700 પરિવારની રોજી-રોટીના સંકટની હતી. મુખ્ય પાદરી મોઇસેસ રુટિલિયોએ આ અંગે સ્ટાફ સાથે ચર્ચા કરી. શરૂમાં તેમણે પરિવારોને કરિયાણા અને દવાની મદદ કરી પણ ચર્ચ પાસે પણ એટલી રકમ નહોતી કે ઘણા દિવસો સુધી તમામ પરિવારોની મદદ કરી શકાય.

ત્યાર બાદ રૂટિલિયોએ આસપાસના ગામોના યુવાઓ-બાળકોને કમ્યૂનિટી ગાર્ડન વિશે જણાવ્યું અને ભેગા મળીને ફળો-શાકભાજી ઉગાડવાની સલાહ આપી. 100થી વધુ પરિવારોના બાળકોએ તેમની સલાહથી કમ્યૂનિટી ગાર્ડન શરૂ કરી દીધું. તે પછી તેમણે ફળો-શાકભાજી ખરીદવા પડતા નથી. મહામારીના કારણે ફળો-શાકભાજીના ભાવ ખૂબ વધતા ગયા પણ સેન્ટા એના તથા નજીકના કસ્બાઓને ફરક ન પડ્યો.

જોકે, લોકોને ફોનનું કે લાઇટનું બિલ ભરવા જેવા અન્ય ખર્ચને પહોંચી વળવામાં તો તકલીફ પડતી જ હતી. ત્યારે પાદરીએ ચર્ચ નજીક જ એક તળાવ બનાવડાવ્યું અને લોકોને મત્સ્યોદ્યોગ કરવા કહ્યું. હવે આ માછલીઓ વેચીને પરિવારોના બાકી ખર્ચ પણ નીકળવા લાગ્યા છે. 30 ઓગસ્ટે ચર્ચ ખુલી રહ્યું છે. રૂટિલિયોનું કહેવું છે કે આ વખતે ચર્ચમાં લોકો પહેલાં કરતા વધુ ખુશ અને આત્મનિર્ભર બનીને આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post