• Home
  • News
  • કોરોના દુનિયામાં:ફ્રાન્સમાં પેરિસ સહિત 16 શહેરમાં એક મહિનાનું લોકડાઉન, યુરોપિયન દેશોમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સિન આપવાનું ફરી શરૂ થશે
post

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 35,000 નવા કેસ સામે આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-19 12:30:08

ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે રાજધાની પેરિસમાં એક મહિનાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પેરિસની સાથે દેશનાં અન્ય 15 શહેરમાં પણ શુક્રવારે મધ્યરાત્રિથી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ફ્રાન્સના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે કહ્યું હતું કે આ લોકડાઉન પહેલાંના લોકડાઉન જેટલું કડક નહીં હોય. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 35,000 નવા કેસ સામે આવ્યા છે.

યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)ની કલીનચિટ મળ્યા બાદ યુરોપિયન દેશ જલદી જ એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની વેક્સિનથી વેક્સિનેશન શરૂ કરવાની તૈયારીમાં છે. યુરોપિયન દેશોએ કહ્યું હતું કે સ્પેન, પોર્ટુગલ, નેધરલેન્ડ્સ, જર્મની, ઇટલી, ફ્રાંસ, લાત્વિયા, લિથુઆનિયા અને સાઇપ્રસ સહિતના ઘણા દેશોમાં જલદી જ આ વેક્સિનનો ઉપયોગ શરૂ કરવામાં આવશે, જ્યારે આયર્લેન્ડ અને સ્વીડનમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે.

ફ્રાન્સમાં પ્રતિબંધો બાબતે મહત્ત્વની વાતો

·         કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધુ રહ્યું છે. અનેક અલગ-અલગ સ્ટ્રેન સાથે ફ્રાન્સ મહામારીની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે. ICUમાં આ સમયે નાની ઉંમરના કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાં કોઈ ગંભીર લક્ષણો નથી અને આ સમયે હોસ્પિટલોમાં દર્દીઓના રહેવાનો સમયગાળો પણ અગાઉની તુલનામાં વધ્યો છે.

·         દેશનાં 16 શહેરોમાં વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે જરૂરી સામગ્રીના વેચાણથી સંબંધિત વ્યવસાયો અને સેવાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન નર્સરી, એલિમેન્ટરી અને હાઇસ્કૂલ ખુલ્લી રહેશે

·         આ સમય દરમિયાન લોકો ફરવા માટે ઘરની બહાર નીકળી શકશે. કોઈપણ સમયમર્યાદા વિના રમતનો આનંદ માણી શકાશે, પરંતુ આ માટે તમારી પાસે પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે અને ઘરથી દસ કિલોમીટરના વિસ્તારમાં જ રહેવું પડશે.

EMAએ આપી કલીનચિટ
આ પહેલાં EMAએ ગુરુવારે એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિનને કલીનચિટ આપી દીધી છે. EMA અનુસાર, અમને તપાસમાં મળ્યું છે કે આ વેક્સિન સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે. ખરેખર, વેક્સિન લેનારા કેટલાક લોકોમાં બ્લડ ક્લોટિંગનો રિપોર્ટ સામે આવ્યા બાદ યુરોપિયન યુનિયનના દેશોએ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાવ્યો હતો.

EMAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એમર કૂકે જણાવ્યું હતું કે એજન્સીની ફાર્મા કોવિજિલન્સ રિસ્ક એસેસમેન્ટ કમિટી (PRAC)ને આ વેક્સિન એકદમ ફાયદાકારક હોવાનું જણાયું છે અને તેમાં બ્લડ ક્લોટિંગના કોઈપણ પ્રકારનો કોઈ સંબંધ નથી.

બ્લડ ક્લોટિંગના કેસ સામે આવ્યા હતા
કેટલાક દેશોના કેટલાક લોકોમાં વેક્સિન લગાવ્યા બાદ કથિત રૂપે બ્લડ ક્લોટિંગ થઈ જવાની સમસ્યા જોવા મળી હતી, જેની તપાસ કરવામાં આવી રહી છે. વેક્સિન લગાવ્યા બાદ આ રિપોર્ટને લઈને આ અઠવાડિયાની શરૂઆતમાં જર્મની, ફ્રાન્સ, સ્પેન અને ઇટલી સહિત 12થી વધુ દેશોએ એસ્ટ્રાઝેનેકાની રસીનો ઉપયોગ અસ્થાયીરૂપે અટકાવ્યો હતો.

WHOએ કર્યું હતું વેક્સિનનું સમર્થન
એસ્ટ્રાઝેનેકા અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે આ બાબતે કોઈ પુરાવા નથી કે આ વેક્સિન લગાવ્યા બાદ બ્લડ ક્લોટિંગના કેસ વધ્યા છે. EMAએ પણ વેક્સિનનું સમર્થન કરતાં કહ્યું હતું કે કોરોનાના વધતા કેસ વચ્ચે વેક્સિન પર પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી.

વિશ્વમાં 12.18 કરોડ દર્દીઓ
વિશ્વમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12 કરોડને પાર થઈ ગઈ છે. હાલમાં આ આંકડો 12.23 કરોડથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 5.41 લાખ નવા કેસ નોંધાયા છે. 10 હજારથી વધુ દર્દી મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમાં 9 કરોડ 86 લાખથી વધુ લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. 27 લાખ 2 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, વિશ્વભરમાં 2 કરોડ 10 લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા Www.worldometers.info/coronavirus મુજબના છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યારસુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,358,880

552,347

22,523,799

બ્રાઝિલ

11,787,600

287,795

10,339,432

ભારત

11,513,945

159,405

11,081,335

રશિયા

4,428,239

93,824

4,037,036

યુકે

4,280,882

125,926

3,593,136

ફ્રાન્સ

4,181,607

91,679

278,263

ઈટાલી

3,306,711

103,855

2,655,346

સ્પેન

3,212,332

72,910

2,945,446

તુર્કી

2,950,603

29,777

2,770,638

જર્મની

2,628,629

74,878

2,383,600

 

adv

Related News

post
post
post
post
post
post
post