• Home
  • News
  • Income Tax: વધી ગઈ સેલેરી, આવી રહ્યું છે એરિયર્સ તો જરૂરી છે આ ફોર્મ ભરવું, નહીં તો લાગી શકે છે ટેક્સ
post

તમારે કલમ 89માંથી રાહત મેળવવા માટે ફોર્મ 10E ભરવું પડશે. તમે આ ફોર્મને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનલાઈન ભરી શકે છે. તેમાં ધ્યાન એ રાખવાનું હોય છે કે ફોર્મ 10E ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતાં પહેલાં ભરવામાં આવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-06 12:12:55

નવી દિલ્લી: અનેક કંપનીઓમાં એપ્રેઝલનો સમય ચાલી રહ્યો છે. લોકોની સેલેરી વધીને આવી રહી છે. તેમાં લોકોનું એરિયર્સ જોડાઈને આવી રહ્યું છે. એરિયર્સનો અર્થ એ છે કે છેલ્લાં જે મહિને જે પૈસા બાકી છે, તે સેલેરીમાં જોડાઈને આવશે. એવામાં બની શકે કે તેના પર ટેક્સ ભરવો પડે. જો આ સ્થિતિ આવે તો તમારે ઈન્કમ ટેક્સની કલમ 89(1)નો સહારો લઈ શકે છે. આ કલમથી તમને એરિયર્સ પર ટેક્સ બચાવવામાં મદદ મળશે.

સેક્શન 89(1)નો ફાયદો:
મોટાભાગે એવું હોય છે કે લોકોને જ્યારે એરિયર્સમાં પૈસા મળતા નથી તો તેને ટેક્સ આપવાનું યાદ આવતું નથી. કેમ કે તે લોઅર ટેક્સ સ્લેબમાં પોતાને માનીને ચાલે છે. પરંતુ જેમ કે ખાતામાં એરિયર્સના પૈસા આવે છે, તેનો ટેક્સ સ્લેબ બદલાઈ જાય છે. એરિયર્સને લઈને ગભરાવાની જરૂર નથી. પરંતુ કલમ 89(1)ને સમજવાની જરૂર છે. માની લો કે તમને છેલ્લી સેલેરી મળી હોય, એડવાન્સમાં સેલેરી મળી હોય કે ફેમિલી પેન્શન પર એરિયર્સ મળ્યું હોય તો તમે સેક્શન 89(1) અંતર્ગત ટેક્સ રિલીફ મેળવી શકો છો. આવો જાણીએ કે ટેક્સ રિલીફ મેળવવા માટે શું કરવાનું રહેશે.

1. કુલ ઈન્કમ પર ટેક્સ જોડો:
સૌથી પહેલા તમારી કુલ કમાણી, ત્યાં સુધી કે વધારાની સેલેરી પર પણ ટેક્સની ગણતરી કરો. જે વર્ષે ટેક્સ ચૂકવવાનો છે. તે વર્ષની ઈન્કમને જોડો. તેના માટે તમારે ફોર્મ-16 જોઈ શકો છો જેમાં તમારું એરિયર્સ એરિયર પાર્ટ બીમાં જોવા મળશે.

2. કુલ કમાણીમાંથી એરિયર્સ ઘટાડી દો:
તમારી કુલ કમાણી જોડો. તેમાં વધારાની સેલેરીને પણ રાખો. એરિયર્સ તરીકે કંપની તરફથી જે પૈસા મળે છે. તે પૈસાનો એક કાગળ કંપનીમાં લઈ લો. હવે તે વર્ષની આખી ઈન્કમમાંથી એરિયર્સને ઘટાડી દો. તેનાથી તમારે એરિયર્સવાળા પૈસાનો હિસાબ ગણવો પડશે. તમે તે પૈસા પર ચેક કરી લો કે ટેક્સની રકમ આપવાની થાય છે કે નહીં.

3. રાહત માટે 10E ફોર્મ ભરો:
તમારે કલમ 89માંથી રાહત મેળવવા માટે ફોર્મ 10E ભરવાનું રહેશે. તમે આ ફોર્મને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનલાઈન પણ ભરી શકો છો. તેમાં ધ્યાન એ રાખવાનું હોય છે કે ફોર્મ 10E ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતાં પહેલાં ભરવામાં આવે છે. ફોર્મ 10Eમાં આખી કમાણીની ડિટેઈલ હોય છે અને તેમાં એરિયર્સ વિશેનો ઉલ્લેખ હોય છે. એરિયર્સ પર ટેક્સ છૂટનો લાભ લેવાનો હોય તો ફોર્મ 10E ભરવું જરૂરી છે. આ ફોર્મ સંપૂર્ણ રીતે ડિજિટલ છે. અને તેને સરળતાથી ઓનલાઈન ભરી શકાય છે. પોર્ટલ પર તમને આ ફોર્મ ઈન્કમ ટેક્સ ફોર્મવાળા સેક્શનમાં મળે છે. ફોર્મ ભરતાં સમયે તમારે એનેક્સર પણ ભરવાનું હોય છે. એરિયર્સ પર ટેક્સ છૂટનો લાભ લેવા માટે તમારે એનેક્સર 1 ભરાવું રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post