• Home
  • News
  • કોરોના વેક્સીનને લઈને નવી માગ:ભારત અને દક્ષિણ આફ્રિકાએ વિશ્વ વેપાર સંગઠનને લખ્યો પત્ર; કહ્યું- કોરોનાની દવાઓના ઉત્પાદન પર હટાવવામાં આવે કોપીરાઈટના નિયમ
post

ભારત અને દક્ષિણ આફ્રિકા ઈચ્છે છે કે આવનારી કોરોનાની દવાઓના ઉત્પાદમાં કોઈ એક દેશનો એકાધિકાર ન હોવો જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 11:12:12

ભારત અને દક્ષિણ આફ્રિકા ઈચ્છે છે કે વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ) વિકાસશીલ દેશો પર કોરોનાની દવાઓ બનાવવા અને તેને ઈમ્પોર્ટ કરાવવાની પ્રોસેસને વધુ સુયોગ્ય બનાવવા માટે ઈન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટીના નિયમોને લાગુ ન કરે. 2 ઓક્ટોબરે બંને દેશોએ ડબ્યુટીઓને ચિઠ્ઠી લખીને કહ્યું કે, વિકાસશીલ દેશોમાંથી ઈન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટીના નિયમોને હટાવવામાં આવે. આ નિયમ અંતર્ગત વૈશ્વિક સ્તરે પેટેન્ટ, ટ્રેડમાર્ક, કોપી રાઈટ અને અન્ય ઈન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટીના અધિકારોની સુરક્ષા કરવામાં આવે છે.

કોરોનાની દવાઓના ઉત્પાદન પર કોપીરાઈટના નિયમોને હટાવવાની માગ
જીનીવા સ્થિત ડબ્લ્યૂટીઓની વેબસાઈટ પર આ લેટર ઉપલબ્ધ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, "કોરોના માટે નવી દવાઓ અને વેક્સિનને વિકસિત કરવામાં આવી છે અને ઘણાં મહત્વના કન્સર્ન પણ છે. જેમ કે, આ દવાઓને પર્યાપ્ત માત્રા અને યોગ્ય મુલ્યમાં વૈશ્વિક સ્તરે તાત્કાલિક કઈ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે?"

બંને દેશોએ ડબ્લ્યૂટીઓને કહ્યું કે વિકાસશીલ દેશ કોરોનાથી પ્રભાવિત છે, પરંતુ એવા દેશોમાં કોરોનાથી પ્રભાવિત લોકો કોઈ એક જગ્યા કે શહેરથી નથી, આ ક્યાંક ઓછી માત્રામાં તો ક્યાંક વધુ ફેલાયો છે. પેટેન્ટ સહિત ઈન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટીના કેટલાંક નિયમ કોરોનાની દવાઓને યોગ્ય મૂલ્ય પર ઉપલબ્ધ કરાવવામાં અડચણરૂપ સાબિત થઈ શકે છે.

વિકાસશીલ દેશોને ઈન્ટેક્ચ્યુલ પ્રોપર્ટીના નિયમોથી શું સમસ્યા થઈ શકે છે? વિશ્વમાં કોરોનાની દવાઓને લઈને અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે, જે દેશ દવા પહેલાં બનાવશે સ્વભાવિક છે કે તે ડબ્લ્યૂટીઓમાં પહેલાં પેટેન્ટ કરાવી લેશે. પેટેન્ટના નિયમ મુજબ, પેટેન્ટ કરાવનાર દેશ જ તે દવા સાથે જોડાયેલું ઉત્પાદન, ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ પર સંપૂર્ણ અધિકાર રાખશે.

પેટેન્ટ પછી જો કોઈ બીજો દેશ પણ દવા બનાવીને પેટેન્ટ કરાવવા માટે એપ્લાઈ કરે છે તો, હાલના ઈન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટીના નિયમો અંતર્ગત પહેલાંથી જ પેટેન્ટ થયેલી દવાની ફોર્મુલા મેચ થવાની સ્થિતિમાં તેની એપ્લિકેશન રદ થઈ શકે છે.

પેટેન્ટની રેસમાં સ્વભાવિક રીતે તેઓ આગળ છે,પરંતુ એવામાં વિકાસશીલ દેશોનું શું થશે?
આવી સ્થિતિમાં એક દેશ કે અન્ય દેશ સમગ્ર વિશ્વમાં કોરોનાની દવા યોગ્ય સમય, પ્રમાણ અને મૂલ્ય પર ઉપલબ્ધ કરાવી શકશે, તે વાતને લઈને ભારત અને દક્ષિણ આફ્રિકાએ ચિંતા વ્યક્ત કરી છે. વિકસિત દેશોની પાસે વધુ સંશાધન હોય છે, તેથી પેટેન્ટની રેસમાં સ્વભાવિક રીતે તેઓ આગળ છે, પરંતુ આવી સ્થિતિમાં વિકાસશીલ દેશોનું શું થશે?

ત્યાં દવાઓ ક્યારે અને કેટલા પ્રમાણમાં પહોંચશે? શું વિકાસશીલ દેશ પેટેન્ટનો અધિકાર રાખનાર દેશ દ્વારા નક્કી કરેલી કિંમત ચુકવી શકશે? ભારત અને દક્ષિણ આફ્રિકાએ આ બધી બાબતો અંગે ચિંતા સેવીને વિકાસશીલ દેશો માટે કોરોનાની દવાના ઉત્પાદન અને તેની આપૂર્તિમાં છૂટની માગ કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ એમ પણ કહ્યું છે કે આ છૂટછાટ થોડાં સમય માટે જ જોઈએ.

ઈન્ડિયા ના અન્ય સમાચાર

 

adv

Related News

post
post
post
post
post
post
post