• Home
  • News
  • 18 સપ્તાહમાં દેશમાં 1.65 લાખ, જ્યારે USમાં 14.77 લાખ કેસ સામે આવ્યા; આ દરમિયાન રોજ નવા કેસનો ગ્રોથ રેટ પણ 30%થી ઘટીને 5% થયો
post

દેશમાં 30 જાન્યુઆરીના રોજ કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો, ત્યારબાદ 31 મે સુધી 1.82 લાખથી વધુ દર્દી મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-01 12:15:53

નવી દિલ્હી: કોરોનાના વાઈરસ સામે લડતા લડતા ચાર મહિના થઈ ગયા છે. આપણા દેશમાં કોરોના વાઈરસનો પહેલા કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં સામે આવ્યો હતો. ત્યારબાદ 2 ફેબ્રુઆરી સુધી જ કેરળમાં 3 કોરોના સંક્રમિત સામે આવ્યા હતા. આ ત્રણેય ચીનના વુહાનથી પાછા આવ્યા હતા. 

ત્યારબાદ લગભગ એક મહિનાની અંદર દેશમાં કોરોનાનો એક પણ નવો દર્દી મળ્યો નથી. પણ 2 માર્ચ પછી સંક્રમિતોની સંખ્યા રોજ વધતી ગઈ.


4
મહિના પુરા થવાની સાથે સાથે 29મી મેના રોજ કોરોના વાઈરસના 18 સપ્તાહ પણ પુરા થઈ ચુક્યા છે. આ દરમિયાન સંક્રમણના કેસ 3થી વધીને 1.65 લાખથી વધારે થઈ ગયા છે. પણ ચીનમાં આટલા સપ્તાહ સુધી 84 હજાર 494 કેસ જ સામે આવ્યા હતા. એટલે કે અત્યાર સુધી આપણા દેશમાં ચીનની સરખામણીમાં 48% વધારે કેસ છે. જો કે, 31 મે સુધી દેશમાં 1.82 લાખથી વધારે કેસ આવી ચુક્યા છે. 

જો કે વસ્તીમાં આપણા કરતા ચાર ગણાથી પણ ઓછા અમેરિકામાં 18 સપ્તાહમાં 14.77 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે ઈટલી અને સ્પેનમાં હાલ પણ કોરોના વાઈરસને 17 સપ્તાહ જ થયા છે અને અત્યાર સુધી ત્યાં સંક્રમિતોની સંખ્યા 2.30 લાખને પાર પહોંચી ગઈ છે.

114 દિવસમાં આપણા અહીંયા 1.28 લાખ દર્દી હતા, અમેરિકામાં આટલા દર્દી માત્ર 71 દિવસમાં થઈ ગયા હતા 
આપણા દેશની એક સારી વાત એ પણ છે કે બાકીના દેશોની સરખામણીમાં આપણા અહીંયા કોરોના વાઈરસની ગતિ ધીમી છે. આપણા અહીંયા બાકીના દેશોની તુલનામાં કેસ વધતા સમય વધારે લાગી રહ્યો છે. 

ચીનમાં કોરોના વાઈરસના 100 કેસ પહેલા જ દિવસમાં આવ્યા હતા. જ્યારે આપણા અહીંયા આટલા દર્દી થવામાં 42 દિવસ લાગ્યા હતા. પણ અમેરિકામાં પહેલા 100 કેસ 44 દિવસમાં આવ્યા હતા. 

આ પ્રકારે 1 હજાર દર્દી આપણા દેશમાં 58માં દિવસમાં વધ્યા હતા. જ્યારે ચીનમાં પાંચમા દિવસે અને અમેરિકામાં 53માં દિવસે વધી ગયા હતા.

સાથે જ 1 લાખ 28 હજારથી વધારે દર્દી સામે આવવામાં આપણા દેશમાં 114 દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે આટલા દર્દી અમેરિકામાં 73માં દિવસે આવી ગયા હતા. અમેરિકામાં કોરોનાનો પહેલો દર્દી 21 જાન્યુઆરીએ મળ્યો હતો.

લોકડાઉનનો ફાયદો મળ્યો

કોરોના વાઈરસને ફેલાવાથી રોકવા માટે સૌથી પહેલા 22 માર્ચે એક દિવસનું જનતા કર્ફ્યુ લગાડવામાં આવ્યું હતું. 21 માર્ચ સુધી કોરોનાના નવા કેસમાં રોજ 30% ગ્રોથ થઈ રહ્યો હતો. પણ ત્યારબાદ કેસનો ગ્રોથ રેટ ઘટવા માંડ્યો હતો. 

 25 માર્ચથી દેશમાં પુરી રીતે લોકડાઉન લાગી ગયું હતું. લોકડાઉનનો પહેલા તબક્કો 14 એપ્રિલ સુધી હતો. આ દરમિયાન નવા કેસનો ગ્રોથ રેટ ઘટીને 10% પર આવી ગયો હતો. ત્યારબાદ બીજા તબક્કાનું લોકડાઉન 3મેના રોજ ખતમ થયું હતું. ત્યાં સુધી કોરોનાના નવા કેસનો ગ્રોથ રેટ 7% રહ્યો હતો. હવે તે ઘટીને 5% પર આવી ગયો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post