• Home
  • News
  • ઈમરાનની મુશ્કેલીમાં વધારો / પાકિસ્તાની સેનાએ કહ્યું- રાફેલ હોય કે S-400, અમે ભારત સામે પહોંચી વળવા તૈયાર, પણ 10 વર્ષથી અમારુ રક્ષા બજેટ ઘટ્યું
post

આજે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે, ગુરુવારે ત્યાનાં સેના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 12:15:18

ઈસ્લામાબાદ: ભારતીય સેનાએ તાજેતરમાં જ ફ્રાન્સ પાસેથી પાંચ રાફેલ ફાઈટર જેટ્સ લીધા છે. ઝડપથી રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ મળી જશે. પાકિસ્તાન ભારતીય સેનાની વધતી શક્તિથી પરેશાન છે. ત્યાંની સેનાએ કહ્યું કે, ભારત તેની ડિફેન્સ સિસ્ટમનું બજેટ સતત વધારી રહ્યો છે. આનાથી દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલન બગડી રહ્યું છે. જો કે, રાફેલ હોય કે S-400 અમે ભારત સામે પહોંચી વળવા માટે તૈયાર છીએ.

આજથી એટલે કે 14 ઓગસ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે. જેના પહેલા એટલે કે 13 ઓગસ્ટની મોડી સાંજે પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ ISPRએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સેનાના પ્રવક્તા જનર બાબર ઈફ્તિખારે કહ્યું કે, પાકિસ્તાની સેનાના બજેટ પર સવાલ કરવામાં આવે છે, પરંતુ આ બજેટ 10 વર્ષથી સતત ઘટી રહ્યું છે.

ખોટો દિલાસો આપવાનો પ્રયાસ
પાકિસ્તાન જ નહીં પણ ચીન પાસે પણ રાફેલની ટક્કરનું કોઈ ફાઈટર જેટ નથી. પાકિસ્તાન પાસે અમેરિકામાં બનાવાયેલ F-16 ફાઈટર જેટ્સ છે. ભારત પાસે તો પહેલાથી જ તેના કરતા ઘણા સારા સુખોઈ છે. હવે રાફેલનો પહેલો જથ્થો પણ આવી ગયો છે. ગુરુવારે મીડિયાએ બાબરને પુછ્યું કે, ભારત પાસે હવે પાંચ રાફેલ પણ આવી ગયા છે. ઝડપથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ મળવાની છે. આ અંગે બાબરે કહ્યું કે, રાફેલ હોય કે S-400 અમે તેનો મુકાબલો કરવા માટે તૈયાર છીએ.

ફરી બજેટની વાત
બાબરે વગર પુછ્યે એ જણાવી દીધું કે, પાકિસ્તાની ફોજનું બજેટ ભારતની તુલનામાં ઘણું ઓછું છે. તેમણે કહ્યું કે, ઘણી વખત કહેવામાં આવે છે કે પાકિસ્તાની સેનાનું બજેટ વધારે છે. વાસ્તવિકતા તેના કરતા ઊંધી છે. ભારત સેના પર વધારે ખર્ચો કરી રહ્યો છે. તમે આંકડાઓ જોશો તો ખબર પડશે કે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે જે ડિફેન્સ પર સૌથી વધુ ખર્ચ કરે છે. આપણી સેનાનું બજેટ તો 10 વર્ષથી ઘટી રહ્યું છે. બાબરનું આ નિવેદન સરકાર પર સીધો કટાક્ષ છે. આ વર્ષે પાકિસ્તાની સેનાને આંતરિક ખર્ચ ઘટાડવાની અપીલ કરાઈ હતી. વડાપ્રધાન ઈમરાન ખાને પોતે આ અંગે આર્મી ચીફનો સંપર્ક કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post