• Home
  • News
  • એરસ્ટ્રાઈકની અફવા:સમાચાર આવ્યા કે સેનાએ POKમાં હુમલો કર્યો, થોડા સમય બાદ સેનાનું નિવેદન- આ ફેક રિપોટ્સ, આજે ફાયરિંગ જ નથી થયું
post

ફોટો 13 નવેમ્બરનો છે, જ્યારે ઈન્ડિયન આર્મીએ POKમાં અનેક આતંકી લોન્ચ પેડ નષ્ટ કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-20 09:25:43

પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આતંકીઓના અડ્ડાપર એરફોર્સે એરસ્ટ્રાઈક કરીને લોન્ચ પેડને ધ્વસ્ત કરી નાંખ્યા છે. ન્યૂઝ એજન્સી PITએ આ જાણકારી આપી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્ટ્રાઈક કરી છે. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે POKના કેટલાંક લોન્ચપેડ પર હુમલો કર્યો છે.

સરકારના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનને 'pinpoint strikes' નામ આપ્યું હતું. સિક્યોરિટી ફોર્સના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે પાકિસ્તાની સેના શિયાળા પહેલાં ભારતમાં વધુમાં વધુ આતંકવાદીઓને ઘુસાડવા માગે છે. ભારતીય સેનાએ તેને લઈને જ આ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જો કે આ મુદ્દે ભારતીય સેના તરફથી જવાબ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પીટીઆઈના સમાચાર 13 નવેમ્બર થયેલા સીઝફાયર ઉલ્લંઘન સાથે સંબેધિત છે. આજે ભારતીય સેના દ્વારા કોઈ જ ફાયરિંગ કરવામાં નથી આવ્યું.

ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ કરી હતી પહેલી એર સ્ટ્રાઈક
ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 2 6 ફેબ્રુઆરીનાં રોજ POKમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકમાં વાયુસેનાને 12 મિરાજ-2000 ફાઈટર જેટએ બાલાકોટમાં બોમ્બ ફેંક્યા હતા. દાવો હતો કે જેમાં 300થી વધુ આતંકીઓ ઠાર થયા હતા. વાયુસેનાએ આ મિશનને 'ઓપરેશન બંદર' નામ આપ્યું હતું.

29 સુપ્ટેમ્બર 2016નાં રોજ પહેલી સર્જિકલ સ્ટ્રાઈક
18
સપ્ટેમ્બર 2016નાં રોજ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં 18 જવાન શહીદ થયા હતા. જેના જવાબમાં 29 સપ્ટેમ્બરની રાત્રે સેનાએ POKમાં 3 કિલોમીટર અંદર જઈને આતંકી ઠેકાણાં પર હુમલો કર્યો હતો. એવું પહેલી વખત થયું હતું, જ્યારે ભારતે આતંકીઓ વિરૂદ્ધ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને કાર્યવાહી કરી હતી. આ સ્ટ્રાઈકમાં 40થી 50 આતંકીઓ માર્યા ગયા હતા.

ગુરૂવારે એન્કાઉન્ટર કરી જૈશના ચાર આતંકી ઠાર કર્યા હતા
ગુપ્તચર એજન્સીઓના મળેલી માહિતીના આધારે જમ્મુમાં ગુરુવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી જૈશના છે અને પાકિસ્તાની છે. તે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જેનું કાવતરું પાકિસ્તાનમાં બેઠેલા જૈશના આકા મસૂદ અઝહરના ભાઈ રઉફ લાલાએ ઘડ્યું હતું. ચારેયે મંગળવાર-બુધવારની રાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી ઘુસણખોરી કરી હતી.આ આતંકીઓ પાસેથી 11AK 47 રાઈફલ, 29 હેન્ડ ગ્રેનેડ અને ત્રણ પિસ્તોલ જપ્ત થઈ છે. આ ઉપરાંત અન્ય ઘણો સામાન પણ મળ્યો છે. ટ્રકમાં ચોખાની બોરીઓ વચ્ચે સંતાઈને જમ્મુથી શ્રીનગર જઈ રહેલા આ આતંકીઓને પોલીસને ઠાર માર્યા હતા.

પાકિસ્તાનના પેંતરા
પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝ્મ કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદને ગેરકાયદે ફંડિંગના મામલે 10 વર્ષ જેલની સજા સંભળાવી છે. પાકિસ્તાની મીડિયાએ ગુરૂવારે આ જાણકારી આપી. હાફિઝ સઇદને ગત વર્ષે 17 જુલાઈએ પકડવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post