• Home
  • News
  • તરતી જન્નતની અંતિમ વિદાય:14 માળનું ભારતનું સૌ પ્રથમ પ્રીમિયમ ક્રૂઝ શિપ ‘કર્ણિકા’ 1 વર્ષમાં જ ભંગારમાં વેચાયું, અંદર જુઓ ક્રૂઝની લક્ઝુરિયસ તસવીરો
post

14 માળ, 552 કેબિનો, સ્વીમીંગ પુલ સહિતના પેસેન્જર શીપને મુંબઈ હાઈકોર્ટે ફાળવણી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 08:34:23

ભારતનું સૌથી મોટુ અને લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની હરાજી મુંબઇ હાઇકોર્ટમાં સંપન્ન થયા બાદ સત્તાવાર રીતે લંડનની એનકેડી મેરિટાઇમ લિમિટેડને લેટર ઓફ સેલની ફાળવણી કરવામાં આવી હતી અને કેશબાયર દ્વારા કોર્ટ સમક્ષ 11.65 લાખ ડોલરની રકમની ચુકવણી કરવામાં આવી હતી. તરતી જન્નતના હુલામણા નામથી જાણીતા કર્ણિકા લકઝરિયસ ક્રૂઝ શિપની માલીકી જાલેશ ક્રૂઝિસ કંપની દ્વારા ધરાવવામાં આવે છે, પરંતુ તેઓ નાદાર સાબિત થતા જહાજને વેચવાનો વારો આવ્યો હતો. અનેક લોકોના નાણા બાકી હોવાથી કોર્ટ કેસમાં ફસાયેલું શિપની હરાજી કોર્ટ દ્વારા કરી અને નાણાની ચૂકવણી કરવાની વ્યવસ્થા ગોઠવાઇ રહી હતી.

કોરોના ફેલાતાની સાથે જ કર્ણિકા જહાજ 12મી માર્ચ 2020થી મુંબઇ પોર્ટમાં બાંધી રાખવામાં આવ્યુ છે અને હાલ 60 ક્રૂ મેમ્બરો તેની દેખભાળ કરી રહ્યા છે. આ જહાજ મુંબઇ-દુબઇ વચ્ચે ચલાવવામાં આવી રહ્યું હતુ. કર્ણિકા જહાજમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, અને તે ક્રૂઝ સેવામાં ખાસ્સુ લોકપ્રિય છે. એનકેડી મેરિટાઇમ કંપની દ્વારા કોર્ટમાંથી કર્ણિકા ક્રૂઝ શિપ ખરીદવામાં આવ્યુ છે, અને તેઓની પાસેથી ખરીદવા માટે અલંગના શ્રીરામ ગ્રુપ ઉપરાંત બાંગ્લાદેશના શિપબ્રેકરો પણ પ્રયાસ કરી રહ્યા છે. એનકેડી મેરિટાઇમના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જે અંતિમ ખરીદનાર શિપબ્રેકર તરફથી વધુ રકમની ઓફર થશે ત્યાં આ જહાજ ભાંગવામાં આવશે.

વિશેષતા

·         વજન - 30000 ટન

·         લંબાઈ - 245 મીટર

·         પહોળાઈ - 8 મીટર

·         માળ - 14

·         કેબિન - 430

·         બાલ્કની - 162

·         રેસ્ટોરન્ટ - 8

·         સ્વીમિંગ પૂલ - 8

·         વાઈન બાર - 3

·         થીએટર - 1

·         એક્વા સ્પા - 2

·         જોગિંગ ટ્રેક, ડેક ચેસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, લોન બોલ સ્પોર્ટ્સ સવલતો.

·         2014 પેસેન્જર અને 621 ક્રૂનો સમાવેશ, પૂલ સાઇડ મોટી સ્ક્રીન, ડાન્સ ફ્લોર, નાઇટ કલબ ક્રૂઝની અંદર બેઠક વ્યવસ્થા

 

adv

Related News

post
post
post
post
post
post
post