• Home
  • News
  • દેશનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ડ્રોન તૈયાર, ભારતીય નેવીની વધશે તાકાત, ગમે તે ઋતુમાં ઉડાન ભરવા સક્ષમ
post

દૃષ્ટિ 10 સ્ટારલાઈનર ડ્રોન અત્યાધુનિક UAV યુદ્ધને અનુકૂળ અને સ્વદેશી એડવાન્સ્ડ એરિયલ ટેક્નિકથી લેસ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-10 15:49:07

ભારતીય નેવી ચીફ એડમિરલ આર.હરિકુમારે હૈદરાબાદમાં દૃષ્ટિ 10 સ્ટારલાઈનર ડ્રોન (Drishti 10 Starliner Drone) નું અનાવરણ કર્યું હતું. આ માનવરહિત ડ્રોન (UAV)ને નેવીમાં સામેલ કરાશે. દૃષ્ટિ 10 સ્ટારલાઈનર ડ્રોન અત્યાધુનિક UAV યુદ્ધને અનુકૂળ અને સ્વદેશી એડવાન્સ્ડ એરિયલ ટેક્નિકથી લેસ છે. 

ADVERTISEMENT

ડ્રોનની વિશેષતા પર કરો એક નજર... 

આ ડ્રોન 36 કલાક એન્ડ્યોરેન્સ, 450 કિલોગ્રામ પેલોડ ક્ષમતા ધરાવતું ઈન્ટેલિજન્સ અને સર્વેલાન્સ (ISR) પ્લેટફોર્મ છે. આ એકમાત્ર સૈન્ય પ્લેટફોર્મ છે જે તમામ ઋતુમાં બંને હવાઈ ક્ષેત્રોમાં ઉડાન ભરી શકે છે. કંપનીએ કહ્યું કે નેવીના સમુદ્ર અભિયાનોમાં સામેલ થવા માટે યુએવી હૈદરાબાદથી પોરબંદર સુધી ઉડાન ભરશે. ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલ દૃષ્ટિ 10 સ્ટારલાઇનરને નેવીને સોંપી દેવાયું છે અને તે દેશમાં નિર્મિત પ્રથમ યુએવી દૃષ્ટિ 10 સ્ટારલાઈનર છે. 

નેવીને મળશે એડવાન્સ્ડ દૃષ્ટિ 10 સ્ટારલાઈનર ડ્રોન 

આ અવસરે એડમિરલ આર.હરિકુમારે કહ્યું કે આ એક મહત્ત્વપૂર્ણ અવસર છે અને આઈએસઆર ટેક્નોલોજી અને સમુદ્રી વર્ચસ્વમાં આત્મનિર્ભરતાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે.  એડમિરલે કહ્યું કે આપણા નેવી અભિયાનોમાં દૃષ્ટિ 10 સામેલ થવાથી આપણા નૌસૈનિકોની ક્ષમતા વધશે અને સતત વિકસિત થતી સમુદ્રી પેટ્રોલિંગ અને સર્વેલાઇન્સ સિસ્ટમમાં આપણી તૈયારી મજબૂત થશે. 

adv

Related News

post
post
post
post
post
post
post