• Home
  • News
  • કોરોના મહામારીમાં લોકડાઉનને લીધે વર્ષ 2020માં ભારતના GDP દરમાં ઐતિહાસિક 4.5 ટકાનો ઘટાડો થશેઃIMF
post

અમેરિકા, ચીન, રશિયા અને સાઉદ અરેબિયાનો પણ વૃદ્ધિ દર નોંધપાત્ર ઘટશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:05:04

ભારતમાં કોરોના વાઈરસને પગલે લાંબા સમય સુધી લોકડાઉન રાખવાને લીધે તેમ જ એપ્રિલ મહિનામાં અર્થતંત્રમાં ધીમી પ્રગતિની સ્થિતિને જોતા ભારતના અર્થતંત્રનો વૃદ્ધિ દર 4.5 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાવી શકે છે, તેમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ તેના એપ્રિલ મહિનાને લગતા આઉટલૂક (Outlook)માં જણાવ્યું છે.

IMFની મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપિનાથે જણાવ્યું હતું કે વર્ષ 2020માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 4.5 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાવે તેવો અમારો અંદાજ છે. કોરોનાની અસાધારણ પરિસ્થિતિને લીધે આ ઐતિહાસિક ઘટાડો આવી શકે છે.

આ સાથે સંસ્થાએ વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર સુધીને 6 ટકા રહેવાની પણ આશા દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ભારતનો વૃદ્ધિ દર 4.2 ટકા હતો. IMFનો તાજેતરનો આ અંદાજ તેના એપ્રિલના અંદાજ કરતા -6.40 ટકા ઓછો છે, જેમાં તેણે  વર્ષ 2020માં દેશનો GDP વૃદ્ધિ દર 1.9 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો હતો.આ સાથે વર્ષ 2021માં વૃદ્ધિ દરનો જે 6 ટકાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તે તેના એપ્રિલ મહિનાના અંદાજ કરતા -1.4 ટકા ઓછો છે.

વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ અંગે IMFએ કહ્યું છે કે વર્ષ 2020માં 4.9 ટકા વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો છે તે એપ્રિલ મહિનામાં તેના અગાઉના અહેવાલમાં 3 ટકા ઘટાડાના અંદાજ કરતા નબળી સ્થિતિ છે. તે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ બાદનું આ સૌથી નબળો વાર્ષિક વૃદ્ધ દર હશે, તેમ IMFએ જણાવ્યું હતું.

વિશ્વના મોટાભાગના અર્થતંત્રની વૃદ્ધિ ધીમી રહેશે
અમેરિકા અંગે IMFએ કહ્યું કે પોતાના એપ્રિલ મહિનાના 5.9 ટકા ઘટાડાના અંદાજ કરતા પણ વધારે આ વર્ષે 8 ટકા જીડીપી દરમાં ઘટાડો થશે. આ ઉપરાંત આ વર્ષે ચીનનો વૃદ્ધ દર 1 ટકા જ્યારે ઓઈલ ઉત્પાદક દેશ જેવા કે રશિયા અને સાઉદી અરેબિયાનો વૃદ્ધ દર 6.6 ટકા અને 6.8 ટકા ઘટશે, ઓઈલની કિંમતોમાં અસાધારણ ઘટાડાને પગલે આ સ્થિતિ સર્જાઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post