• Home
  • News
  • બાર્કલેઝનો અંદાજ / લોકડાઉનને કારણે 2020માં ભારતના જીડીપીની વૃદ્ધિ 0% રહેશે, 17 લાખ કરોડનું નુકસાન થવાની ધારણા છે
post

મહારાષ્ટ્ર, દિલ્હી જેવા મોટા ઔદ્યોગિક રાજ્યોને વધુ આર્થિક નુકસાનની સંભાવના

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 09:49:06

નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનનો અર્થતંત્ર પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. બ્રિટનની મોટી બેંક બાર્કલેઝે કેલેન્ડર વર્ષ 2020માં ભારતના જીડીપીની વૃદ્ધિ શૂન્ય ટકા રહેવાની આગાહી કરી છે. અગાઉ, બાર્કલેઝ બેંકે 2020 માં જીડીપી વૃદ્ધિદર 2.5% થવાનો અંદાજ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે કોરોના ચેપને રોકવા માટે ફરી એકવાર લોકડાઉન 3 મે સુધી વધાર્યું છે. ટ્રાફિક પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન ધારણા કરતા વધારે હશે. નોંધમાં જણાવાયું છે કે આ લોકડાઉનની ખાણકામ, કૃષિ, ઉત્પાદન અને યુટીલીટી જેવા ક્ષેત્રો પર અપેક્ષા કરતા વધુ નકારાત્મક અસર પડશે. બાર્કલેઝ અનુસાર આ આર્થિક નુકસાન 234.4 અબજ ડોલર (લગભગ રૂ. 17 લાખ કરોડ) અથવા જીડીપીના 8.1% જેટલું હશે. બાર્કલેઝે ગયા વખતે રિપોર્ટ કરેલા 120 અબજ ડોલરના નુકસાનના અંદાજ કરતા વધુ છે.

ઔદ્યોગિક રાજ્યોને મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે
બાર્કલેઝના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને પંજાબ જેવા મોટા ઔદ્યોગિક રાજ્યોને મોટા આર્થિક નુકસાનનો અંદાજ છે. બાર્કલેઝના જણાવ્યા અનુસાર, આ રાજ્યોમાં કોરોનાના વધુ કેસો છે, જેના કારણે આ રાજ્યો દેશના અન્ય ભાગો કરતા વધુ લાંબુ લોકડાઉન કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, કેરળ, કર્ણાટક અને હરિયાણા જેવા રાજ્યોમાં કોરોનાના કેસમાં રિકવરી ઝડપી છે, તેથી આ રાજ્યોનું આર્થિક નુકસાન ઓછું થશે. બાર્કલેઝે કહ્યું છે કે કોરોના સંકટને કારણે સાવચેતી રૂપે બચતમાં વધારો અને હરવા ફરવા તેમજ મનોરંજન જેવા ખર્ચમાં ઘટાડો થવાને લીધે વિકાસ દર પર લાંબા સમય સુધી ભારણ રહેશે.

લોકડાઉન પછી રિકવરી સરકારની નીતિઓ પર નિર્ભર રહેશે
બાર્કલેઝે કહ્યું છે કે લોકડાઉન સમાપ્ત થયા પછી અર્થવ્યવસ્થામાં રિકવરી સરકારની નીતિઓ પર નિર્ભર રહેશે. નોંધમાં જણાવાયું છે કે સરકાર દ્વારા અત્યાર સુધીમાં એકમાત્ર પ્રોત્સાહક પેકેજની ઘોષણા કરવામાં આવી છે, તેથી જ અમે રિકવરી મેળવવાની ગતિ ધીમી થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ. જો લોકડાઉન સમાપ્ત થયા પછી કેટલાક ચાવીરૂપ પગલા લેવામાં આવે, તો કેટલાક સારા પરિણામો મળી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post