• Home
  • News
  • ભારતના જમાઈ વડાપ્રધાન સુનકની G20માં જોઈએ એવી આગતા સ્વાગતા ન થઈ, બ્રિટીશ અખબારનો દાવો
post

સુનકને તેમની મનપસંદ રેસ્ટોરન્ટમાં પણ જવા ન મળ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-11 20:31:41

ભારત ખાતે યોજાયેલ G20 સમિટનું ગઈકાલે વિશ્વ શાંતિની કામના સાથે સમાપન થયું હતું. આ સમિટ દરમિયાન વિશ્વના ટોર્ચના રાજનેતાઓથી લઈ અનેક મહેમાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ એક ચર્ચાનો વિષય બન્યા છે. બ્રિટિશ મીડિયાએ એવો દાવો કર્યો છે કે  વડાપ્રધાન ઋષિ સુનકની G20 કોન્ફરન્સમાં અવગણના કરવામાં આવી છે.  ધ ગાર્ડિયનના એક અહેવાલમાં ઋષિ કોણ? આ પ્રકારના ટાઈટલ સાથે એક લેખ પ્રકાશિત થયો હતો.

ઋષિ સુનકની અવગણનો આરોપ 

બ્રિટનના એક અખબારે લખ્યું હતું કે, પોતાને ભારતના જમાઈ ગણાવતા ઋષિ સુનકને ત્યાં કોઈ માન મળ્યું નથી. આ ઉપરાંત અહેવાલમાં લખવામાં આવ્યું કે, ઋષિ સુનક નરેન્દ્ર મોદીને મળ્યા. જો કે, બ્રિટિશ વડા પ્રધાનની અપેક્ષા મુજબ બધું યોગ્ય નહોતું.  ઋષિ સુનકના કાર્યક્રમોમાં ફેરફાર અને દિલ્હીમાં લોકડાઉનને કારણે પડતી મુશ્કેલીઓ પણ લખવામાં આવી હતી.  G20 કોન્ફરન્સમાં બ્રિટિશ પીએમે ભારતીય વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતને ઘણી સારી ગણાવી હતી.

સુનકને તેમની મનપસંદ રેસ્ટોરન્ટમાં પણ જવા ન મળ્યું 

આ અહેવાલમાં આગળ લખવામાં આવ્યું કે, શુક્રવારની રાત્રે સુનાક સાથે માત્ર વડાપ્રધાન મોદીએ જ મીટીંગ રદ નહોતી કરી તે સિવાય બિઝનેસ એક્ઝિક્યુટિવ્સના પ્રતિનિધિમંડળે પણ અગાઉ નક્કી કરેલી મીટિંગને રદ કરી હતી, કારણ કે સુરક્ષાના કારણે અહીંના ઘણાબધા રસ્તાઓ બંધ હતા.  પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ તેમની મનપસંદ રેસ્ટોરન્ટ હલ્દીરામ અને સરવણા ભવનની મુલાકાત પણ લઈ શક્યા ન હતા કારણ કે નરેન્દ્ર મોદીના રાજકીય શક્તિ પ્રદર્શન આખા શહેર બંધ કર્ફ્યું જેવો માહોલ હતો. જેના કારણે તેણે ઈમ્પિરિયલ હોટેલમાં જ ડિનર કરવું પડ્યું હતું, સુનકે અહીં જમ્યા બાદ ડિનર વિષે કહ્યું કે, તે સ્વાદિષ્ટ ન હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post