• Home
  • News
  • ભારતના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણી હવે વોરેન બફેટ કરતા પણ વધુ અમીર બન્યા
post

વિશ્વના અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણી આઠમાં ક્રમે પહોચ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:20:49

અમદાવાદ: બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સની યાદી મુજબ ભારતના સૌથી વધુ ધનાઢ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ ઓરેકલ ઓફ ઓમાહા તરીકે જાણીતા રોકાણકાર વોરેન બફેટ કરતાં પણ વધી ગઈ છે. આ સાથે જ વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં અંબાણી એક ક્રમ ઉપર આવીને 8માં નંબર પર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ વોરેન બફેટની સંપત્તિ 67.9 અબજ ડોલર છે જયારે મુકેશ અંબાણીની વેલ્થ 68.3 અબજ ડોલર છે.

જિયોને કારણે મુકેશ અંબાણીની સંપત્તિ વધી
આ વર્ષે માર્ચમાં રિલાયન્સના શેર્સમાં લગભગ 50%નો ઘટાડો થયો હતો અને ત્યાર બાદ કંપનીએ તેના ડિજીટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સની હિસ્સેદારી વેચીને લગભગ 15 અબજ ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. આના કારણે કંપનીના શેર્સ પણ ઘણા વધ્ય હતા જેનો ફાયદો મુકેશ અંબાણીને થયો હતો. જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક, સિલ્વરલેક, KKR સહિત 10 પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓએ રોકાણ કરેલું છે. એક વર્ષમાં અંબાણીની સંપત્તિ 9.64 અબજ ડોલર વધી છે.

વૈશ્વિક ટોપ-10 અમીરોની યાદીમાં એકમાત્ર એશિયન
વિશ્વના ટોચના 10 ધનાઢ્યોની યાદીમાં મુકેશ અંબાણી એક માત્ર એશિયન વ્યક્તિ છે. આ યાદીમાં અમેઝોનના જેફ બેજોસ 188 બિલિયન ડોલર સાથે પહેલા ક્રમે છે. ટોપ-10 રીચેસ્ટના લીસ્ટમાં 8 અમેરિકન છે જયારે એક ફ્રાંસ અને એક ભારતની વ્યક્તિ છે.

બફેટે 2.9 અબજ ડોલરનું દાન કરતા સંપત્તિ ઘટી
વોરેન બફેટનું નસિબ એટલા માટે પાચલ પડ્યું કેમ કે ગત સપ્તાહે 2.9 ડોલરનું દાન કરતાં તેમની સંપત્તિમાં ઘટાડો થયો હતો. બફેટે તેમની કંપની બર્કશાયર હેથવેમાંથી 2006થી અત્યાર સુધીમાં 37 અબજ ડોલરનું દાન કર્યું છે.