• Home
  • News
  • બીજા દેશોની તુલનામાં ભારત કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ: WHO
post

વેક્સિન બનાવવામાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા ભજવશે: સૌમ્યા સ્વામીનાથન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 11:07:10

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વિજ્ઞાની સૌમ્યા સ્વામીનાથને કોરોના વાઈરસ સામેની લડાઈમાં ભારતે લીધેલા પગલાંના વખાણ કર્યા છે. સ્વામીનાથને સોમવારે કહ્યું કે, બીજા દેશોની સરખામણીમાં ભારત કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યું છે. એટલે જ ત્યાં વસતીના પ્રમાણમાં મૃત્યઆંક ઓછો છે. આ માટે હું દેશના જનપ્રતિનિધિઓ, આરોગ્યકર્મીઓનો આભાર માનું છું.


વેક્સિન તૈયાર થતાં એક વર્ષ થઈ જશે  
જોકે, સ્વામીનાથને આશંકા વ્યક્ત કરી કે, કોરોનાના પ્રકોપમાંથી આપણને કદાચ વર્ષો સુધી છૂટકારો નહીં મળે. તેની વેક્સિન તૈયાર થતાં એક વર્ષ થઈ જશે. અમને આશા છે કે, વેક્સિન બનાવવામાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારત આ પ્રક્રિયાનો હિસ્સો નહીં હોય, તો દુનિયામાં પૂરતી રસી બની જ નહીં શકે. સામાન્ય રીતે એક વેક્સિન તૈયાર કરવામાં દસ વર્ષ લાગે છે, પરંતુ ઈબોલાના કેસમાં આ કામ પાંચ વર્ષમાં કરી દેવાયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post