• Home
  • News
  • પેંગોન્ગમાં ભારતે ચીનની ઘુસણખોરી અસફળ બનાવી, અગત્યના શિખરો પર કબ્જો કર્યો, ચીનના અધિકારીએ કાઉન્ટર એટેકની ના પાડી
post

નિવૃત્ત કર્નલ રનબીર જાખડે જણાવ્યું કે ચીનના સૈનિકો હવે ચુશુલ-દેમચોક રસ્તા પર પણ દેખાતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 09:07:08

પૂર્વી લદ્દાખમાં ભારતીય સેનાએ મહત્વપૂર્ણ શિખરો પર કબ્જો કરીને ચીનના સૈનિકો પર ચડત મેળવી લીધી છે. તેની પાછળ ભારતીય સૈનિકોનો દમખમ અને પહાડી વિસ્તારોમાં લડવાની કુશળ ક્ષમતા કારણભૂત છે.

તેના લીધે ભારતીય સૈનિકોએ ઓગસ્ટના અંતમાં ચીનની ઘુસણખોરીને નાકામ કરીને જ્યારે ઉંચાઇવાળા સ્થળોએ કબ્જો કર્યો ત્યારે ચીનના અધિકારીએ આ વિસ્તારો પર કબ્જો મેળવવા માટે કાઉન્ટર એટેક કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ન્યૂઝ એજન્સી IANSએ એક્સપર્ટ રિટાયર્ડ કર્નલ રનબીર સિંહ જાખડના હવાલાથી આ વાત કહી. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકો અત્યારે મહત્વપૂર્ણ વિસ્તારોમાં મજબૂત સ્થિતિમાં છે તેથી ચીનના સૈનિકોને મુશ્કેલી પડી રહી છે. હવે ચીનની આર્મી ચુશૂલ-દેમચોક રસ્તે પણ દેખાતી નથી. ભારતીય સૈનિકોનો સામનો કરવાના ડરથી ચીનના સૈનિકોને ઉંઘ નથી આવતી.

એક્સપર્ટે જણાવ્યું કેવી રીતે ભારતીય જવાનો ચીનના સૈનિકોથી ચડિયાતા છે

કર્નલ જાખડના જણાવ્યા પ્રમાણે જ્યારે માઉન્ટેન વેરફેરની વાત હોય ત્યારે ભારતીય જવાનોની તાલીમ ચીનના સૈનિકો કરતા વધુ સારી થાય છે. અત્યારે ભારતીય સેનાએ ચીનની સરકારને એ દેખાડી દીધું છે કે મશીનો પાછળ ઉભેલા માણસો મહત્વના છે, મશીનો નહીં.

રિટાયર્ડ કર્નલ કહે છે કે ભારતીય સૈનિકો દેશભક્તિથી ભરપૂર હોય છે અને અભૂતપૂર્વ સાહસ સાથે યુદ્ધ લડે છે. જ્યારે પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો માટે આર્મીાં ભરતી થવું ફરજિયાત હોય છે.

ચીનના સૈનિકો ચોકલેટ સોલ્જર શા માટે?
રિટાયર્ડ કર્નલે ચીનના સૈનિકોને ચોકલેટ સોલ્જર કહ્યા છે. તેમણે આ વ્યાખ્ય જ્યોર્જ બર્નાર્ડ શોના નાટક આર્મ્સ એન્ડ મેન ના આધારે કરી. કર્નલ જાખડે કહ્યું કે શોએ તેના નાટકમાં લખ્યું હતું કે જે લોકો આર્મીમાં પૈસા અને લાભ માટે ભરતી થાય છે અને ગોળી ખાવાથી ડરે છે તેમને ચોકલેટ સોલ્જર કહેવામા આવે છે.


ચીનના સૈનિકો તેનાથી અલગ નથી. યુદ્ધની ગરમીમાં તેઓ પિગળી જશે. પીએલએના જનરલ પણ આ હકીકત જાણે છે. શહેરી વિસ્તારો અને અમીર ઘરોથી આવનારા ચીનના સૈનિકો પહેલાથી સુખ સુવિધાઓમાં જીવતા હોય છે અને યુદ્ધ લડવા માટે તત્પર નથી હોતા.
તે સિવાય અત્યારની પેઢી જે પીએલએમાં આવી રહી છે તે એ સમયની છે જ્યારે પરિવારોમાં એક બાળકનો નિયમ છે. એકમાત્ર બાળકને સામાન્ય રીતે વધુ લાડ મળે છે. જોકે આવા છોકરાઓ પાસે નિયમો પ્રમાણે સેનામાં જોડાવા સિવાયનો કોઇ વિકલ્પ હોતો નથી.
આવા સૈનિકો માત્ર તેમનો સમય પસાર કરતા હોય છે અને એ સમયની રાહ જોતા હોય છે જ્યારે તેમને ચાર કે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય ત્યારે આર્મીમાંથી પરત જવાની મંજૂરી મળે.


આ સૈનિકો ક્યારેય નથી વિચારતા કે ઘરથી દૂર ક્યાંક દૂરના વિસ્તારમાં તેમનો જીવ જતો રહે. આ વિચાર જ તેમની અંદર ધ્રુજારી પેદા કરી દે છે.

ભારતીય જવાનો શા માટે વધુ મજબૂત છે ?

કર્નલ જાખડના જણાવ્યા પ્રમાણે ભારતીય સૈનિકો જન્મથી જ મજબૂત હોય છે. સામાન્ય રીતે તેમનું બેકગ્રાઉન્ડ ગ્રામીણ હોય છે અને ત્યારબાદ આર્મીમાં તેમને આકરી તાલીમ આપવામા આવે છે. તેઓ હંમેશા એ કથનનુ પાલન કરે છે કે શાંતિના સમયે જેટલો પરસેવો વહેડાવવામા આવશે યુ્દ્ધમાં એટલું જ ઓછું લોહી રેડવું પડશે. ભારતીય જવાનો પહાડો, જંગલ, રણ અને ગોરિલ્લા વોરમાં એક્સપર્ટ હોય છે. તેઓ કોઇ પણ પરિસ્થિતિમાં દુશ્મનોનો સામનો કરવા માટે તૈયાર હોય છે. ચીનના સૈનિકો જેઓ માત્ર નિયમના લીધે આર્મીમાં ભરતી થાય છે તેમનાથી ઉલટું ભારતીય જવાનોની નસોમાં દેશભક્તિનો જુસ્સો હોય છે. તેઓ હંમેશા દેશ, રેજીમેન્ટ અને બટાલિયન માટે તેમના પ્રાણ ન્યોછાવર કરવા માટે તૈયાર રહેતા હોય છે. તેમનો જયઘોષ જય હિન્દ મતલબ કે ભારતની જીત હોય છે. કર્નલ જાખડે કહ્યું કે આવા સૈનિકોનો મુકાબલો ચીનના સૈનિકો કેવી રીતે કરી શકે ?

 

adv

Related News

post
post
post
post
post
post
post