• Home
  • News
  • ભારતીય કિશોરીએ દુબઈમાં રિસાઇકલ કર્યો 25 ટન ઇ-વેસ્ટ, ચાર વર્ષથી આ યોજના પર કામ કરતી હતી
post

વિશ્વભરના દેશો માટે મોબાઇલ, કમ્પ્યુટર વગેરેનો ઇ-વેસ્ટ માથાનો દુ:ખાવો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-16 11:08:58

યુએઈના દુબઈમાં રહેતી ફક્ત 15 વર્ષની એક ભારતીય કિશોરીની આજકાલ દુનિયાભરના મીડિયામાં ચર્ચા છે. તેનું કારણ છે, દુબઈમાં છેલ્લાં ચાર વર્ષમાં તેણે લગભગ 25 ટન ઈ-વેસ્ટ રિસાઈકલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ કિશોરીનું નામ છે, રીવા તુલપુલે. પર્યાવરણ માટે સંવેદના ધરાવતા આ પ્રયાસમાં રીવા સાથે 15 સ્કૂલના 60 વિદ્યાર્થી સક્રિય રીતે જોડાઈ ચૂક્યા છે.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ પ્રમાણે રીવા કહે છે કે, ‘થોડાં વર્ષ પહેલાં અમે ઘર બદલી રહ્યા હતા. એ વખતે ઘરનો સામાન શિફ્ટ થતો હતો ત્યારે તેણે માતાને પૂછ્યું કે, ‘આપણને જે ચીજવસ્તુઓની જરૂર નથી, તે આપણે એમ જ ફેંકી દઈશું?’ ત્યારે તેની માતાએ કહ્યું કે, ‘ખરેખર તો બિનજરૂરી ચીજવસ્તુઓનો યોગ્ય રીતે નાશ થવો જરૂરી છે.પરંતુ એ વખતે રીવાને રિસાઈકલ ટેક્નોલોજી વિશે ખાસ કંઈ ખબર ન હતી. બાદમાં તેણે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આ દિશામાં અભ્યાસ શરૂ કર્યો અને ઘણી બધી માહિતી ભેગી કરી. ત્યારે રીવાને માલૂમ પડ્યું કે, હાલ દુનિયામાં મોબાઈલ, કમ્પ્યુટર વગેરેનો ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટ એક મોટી મુશ્કેલી છે. તેને રિસાઈકલ કરી શકાય, પરંતુ એ‌વુ બહુ ઓછું કરાય છે. રીવા કહે છે કે, ‘એટલે મેં થોડા દોસ્તોની મદદથી કામ શરૂ કર્યું.

આ અભિયાનનું નામ વી કેર ડીએક્સબી
રીવા દુબઈની જેમ્સ મોડર્ન એકેડેમી સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તે વી કેર ડીએક્સબીનામથી ઈ-વેસ્ટ રિસાઈકલ કરવાનું અભિયાન ચલાવે છે. તેમાં સોશિયલ મીડિયાની પણ મહત્ત્વની ભૂમિકા છે કારણ કે, તેના થકી જ રીવા લોકોનો સંપર્ક કરે છે, તેમને જાગૃત કરે છે અને જરૂર પડ્યે પોતે અને તેના મિત્રો લોકોના ઘરે જઈને ઈ-વેસ્ટ ભેગો કરે છે. બાદમાં તેને ઈલેક્ટ્રોનિક રિસાઈકલિંગ કરતી ફર્મ એન્વાયરોસર્વ પાસે લઈ જાય છે. આ રીતે રીવાની ટીમ અત્યાર સુધી 2000થી વધુ તૂટેલા મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કિ-બોર્ડ વગેરે રિસાઈકલિંગ કરાવી ચૂકી છે. આ કામ માટે તેને અનેક ઈનામ મળી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post