• Home
  • News
  • IndiGo flights Delayed: દેશભરમાં ઈન્ડિગોની ઘણી ફ્લાઈટમાં વિલંબ, જાણો શુ રહ્યુ કારણ
post

એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ભારે વિલંબ માટે એરલાઈન પાસેથી સ્પષ્ટતા માંગી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 11:18:44

નવી દિલ્હી: શનિવારે ઈન્ડિગોની 55 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હતી, કારણ કે સ્ટાફ મેમ્બરોએ મેડિકલ લીવ લીધી હતી અને એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવ પર ઉતર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે તમામ ક્રૂ મેમ્બર બીમારીના નામે રજા લઈને એર ઈન્ડિયાની રિક્રુટમેન્ટ ડ્રાઈવમાં સામેલ થવા ગયા હતા. ટાટા ગ્રૂપની એર ઈન્ડિયા ભરતી ડ્રાઈવનો બીજો રાઉન્ડ 2 જુલાઈએ હતો. આ જ કારણ હતું કે, મેડિકલ લીવ લઈને ઈન્ડિગોના મોટાભાગના ક્રૂ મેમ્બર નવી રોજગારની શોધમાં ત્યાં પહોંચ્યા હતા. ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો હાલમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય દૈનિક લગભગ 1600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે.

તાજેતરમાં સમગ્ર દેશમાં ઈન્ડિગો એરલાઈન્સની કામગીરી પ્રભાવિત થઈ હતી અને તેની ઘણી ફ્લાઈટ્સમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. તેની પાછળનું કારણ ક્રૂ મેમ્બરની ઉપલબ્ધતા ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના ડેટા  પ્રમાણે શનિવારે ઈન્ડિગોની માત્ર 45% ફ્લાઈટ્સ સમયસર ઓપરેટ થઈ હતી.

મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બરોએ માંદગીની રજા લીધી અને એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવ માટે રવાના થઈ ગયા હતા. ઈન્ડસ્ટ્રીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ભરતી ડ્રાઈવનો બીજો તબક્કો શનિવારે હાથ ધરવામાં આવ્યો હતો અને ઈન્ડિગોના મોટાભાગના કેબિન ક્રૂ સભ્યો જેમણે માંદગીની રજા લીધી હતી તેઓ તેમાં ગયા હતા.

ઈન્ડિગોની માત્ર 45.2 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શનિવારે સમયસર ઓપરેટ થઈ હતી જ્યારે એર ઈન્ડિયા, સ્પાઈસજેટ, વિસ્તારા, ગોફર્સ્ટ અને એરએશિયા ઈન્ડિયાએ અનુક્રમે 77.1%, 80.4%, 86.3%, 88% અને 92.3% ફ્લાઈટ્સ સમયસર ચલાવી હતી. ગયા વર્ષે 8 ઓક્ટોબરના રોજ એરલાઈન માટે સફળતા પૂર્વક બોલી જીત્યા બાદ ટાટા સમૂહે 27 જાન્યુઆરીના રોજ એર ઈન્ડિયાનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું. એર ઈન્ડિયાએ ભરતી અભિયાન શરૂ કર્યું છે કારણ કે, તે નવા વિમાન ખરીદવા અને સેવાઓમાં સુધાર કરવાની યોજના બનાવી રહી છે. 

એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ભારે વિલંબ માટે એરલાઈન પાસેથી સ્પષ્ટતા માંગી છે. DGCAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે સમગ્ર દેશમાં એરલાઇનની ફ્લાઈટમાં વિલંબ કરવા બદલ ઇન્ડિગો સામે કડક સંજ્ઞા લીધી છે અને દેશભરમાં એરલાઈનની ફ્લાઈટ્સોમાં વિલંબ માટે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post