• Home
  • News
  • ઈતિહાસમાં આજ ​:એક હાથીને લીધે ઈન્દિરા ગાંધી સત્તામાં પરત ફર્યાં, અગાઉની ચૂંટણીમાં 200થી વધારે બેઠક મેળવી હતી
post

2008માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે વિનોદ રાયને CAG તરીકે થપથ અપાવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-07 10:52:44

માર્ચ 1977માં જ્યારે દેશમાં ઈમર્જન્સી હટાવવામાં આવી તો ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસને લઈ ખૂબ જ પ્રમાણમાં નારાજગી હતી. વર્ષ 1977માં જ્યારે ચૂંટણી યોજાઈ તો કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. આઝાદી બાદ આ પ્રથમ વખત હતુ કે જ્યારે કોંગ્રેસને લોકસભામાં માંડ 154 બેઠક મળી હતી. વર્ષ 1980માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ તો ઈન્દિરા ગાંધીની જંગી બહુમતી સાથે જીત થઈ હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસને 354 બેઠક મળી હતી.

જનતા પાર્ટીની જે સરકારની ઈન્દિરા ગાંધીથી નારાજગીને લીધે ચૂંટવામાં આવી હતી તે જનતા પાર્ટીએ ઈન્દિરા માટે સત્તામાં પુનરાગમન માટે માર્ગ મોકળો કરી આપ્યો. વર્ષ 1980ની ચૂંટણીમાં કોંગ્રેસના બે મુખ્ય વિરોધી પાર્ટી જનતા પાર્ટી અને લોકદળને એટલી બેઠક મળી શકી ન હતી કે તેમને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો મળી શકે.

ચૂંટણી પ્રચાર 63 દિવસ સુધી ચાલ્યો હતો. તે સમયે 62 વર્ષના ઈન્દિરા ગાંધીએ એક દિવસમાં 20-20 ભાષણ અને કુલ 40 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.

વાત 11 ઓગસ્ટ 1977ની છે. તે સમયે ઈન્દિરા ગાંધી પ્રધાનમંત્રી ન હતા અને દેશમાં જનતા પાર્ટીની સરકાર હતી. તેના કેટલાક મહિના અગાઉ 27 મે 1977ના રોજ પટનાના બેલછી ગામમાં આઠ દલિત અને ત્રણ સોનીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઈન્દિરા ગાંધી બેલછી ગામ પહોંચ્યા હતા.

ઈન્દિરા ગાંધીની જીપ કીચડમાં ફંસાઈ હતી. ઈન્દિરાજીએ કહ્યું- અમે પગે ચાલીને જશું, પણ ત્યારે તેમના માટે તેમના માટે હાથી મંગાવવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધી હાથી પર જાતે ચડ્યા હતા અને બેલછી ગામ પહોંચ્યા. હાથી પર સવારી તેમની તસ્વીર દેશ-વિશ્વમાં છવાઈ હતી. આ સાથે માનવામાં આવે છે કે વર્ષ 1980માં ઈન્દિરાની સત્તા પરત ફરવા પાછળનું એક મોટુ કારણ બેલછી યાત્રા પણ હતી.

અમેરિકામાં પ્રથમ ચૂંટણી થઈ
આજના દિવસ 1789માં અમેરિકામાં પ્રથમ વખત ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીની ખાસ વાત એ હતી કે ચૂંટણીમાં ખાસ વાત એ હતી કે જેમની પાસે સંપત્તિ હતી તેમને જ મતદાન કરવાનો અધિકાર હતો. અપેક્ષા પ્રમાણે જ પ્રથમ ચૂંટણીમાં જ્યોર્જ વોશિંગ્ટન જીત્યા અને તેમણે 30 એપ્રિલ 1789ના રોજ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. અમેરિકામાં આજે પણ તે ઈલેક્ટોરલ કોલેજ સિસ્ટમ હેઠળ જ ચૂંટણી થાય છે જે વર્ષ 1789માં થતી હતી.
ભારત અને વિશ્વમાં 7 જાન્યુઆરીની મહત્વની ઘટનાઃ

2017: પુર્તગાલના રાષ્ટ્રપતિ મારિયો સોરેસનું અવસાન
2015: 
પેરિસમાં બે બંદૂકધારીએ ચાર્લી આબ્દોના કાર્યાલય પર હુમલો કર્યો, જેમાં 12 લોકોના મૃત્યુ થયા અને 11 લોકો ઈજા પામ્યા.
2009 : IT
કંપની સત્યમના ચેરમેન રામાલિંગમ રાજૂએ તેમના પદ પરથી રાજીનામુ આપ્યું.
2008: 
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે વિનોદ રાયને CAG તરીકે થપથ અપાવી
2003: 
જાપાનના વિકાસ કાર્યોમાં મદદ કરવા માટે ભારતને 90 કરોડ ડોલરની મદદની જાહેરાત કરી
2000: 
જકાર્તા (ઈન્ડોનેશિયા)માં હજારો મુસલમાનોએ મોલુકસ દ્વીપ સમૂહમાં ઈસાઈ સામે જેહાદની જાહેરાત કરી
1999: 
અમેરિકામાં રાષ્ટ્રપતિ બિલ ક્વિન્ટન સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ
1989: 
જાપાનના સમ્રાટ હિરોહિતોનું અવસાન, આકિહિતો નવા સમ્રાટ જાહેર
1987: 
કપિલે ટેસ્ટ ક્રિકેટમાં સો વિકેટ પૂરી કરી
1972:
સ્પેનના ઈબીસા ક્ષેત્રમાં વિમાન દુર્ઘટનામાં ચાલક દળના છ સભ્ય સહિત 108 યાત્રીનું મૃત્યુ
1959: 
સંયુક્ત રાજ્ય અમેરિકાએ ક્યુબામાં ફિડેલ કાસ્ટ્રોની નવી સરકારને માન્યતા આપી
1953: 
અમેરિકાના રાષ્ટ્રપતિ હૈરી ટ્રુમૈને હાઈટ્રોજન બોમ્બ બનાવવાની જાહેરાત કરી.
1859: 
સિપાહી વિદ્રોહ કેસમાં મુગલ શાસક બહાદુરશાહ ઝફર (દ્વિતીય) સામે સુનાવણી શરૂ.
1761: 
પાણીપતની ત્રીજી લડાઈમાં અફઘાન શાસક અહમદ શાહ અબ્દાલીએ મરાઠા સૈન્યને હરાવ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post