• Home
  • News
  • વાઈરસના નવા પ્રકારથી સંક્રમણ 60% વધુ ફેલાવાનું જોખમ; જૂનાની સરખામણીએ 67% વધુ ઘાતક
post

યુરોપ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ પછી અમેરિકામાં પણ નવા સ્ટ્રેનના કેસ વધી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-05 12:30:41

છેલ્લા કેટલાક સપ્તાહથી અમેરિકામાં ઉત્સાહનું વાતાવરણ છે. કોરોના વાઈરસથી સંક્રમિત લોકોના હોસ્પિટલમાં દાખલ થવાના અને મૃત્યુનો દર ઘટી ગયો છે. શક્તિશાળી વેક્સિનને કારણે સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. જોકે, આગામી કેટલાક મહિના તકલીફદાયક હોઈ શકે છે. વાઈરસનો નવો પ્રકાર ફેલાઈ રહ્યો છે. પરિવર્તનના કારણે વાઈરસ વધુ ચેપી અને કેટલીક બાબતોમાં વધુ જીવલેણ હોઈ શકે છે. બ્રિટન, દ.આફ્રિકા અને બ્રાઝીલમાં નવા પ્રકારે હાહાકાર મચાવેલો છે. અમેરિકામાં કેલિફોર્નિયા, ન્યૂયોર્ક અને ઓરેગોનમાં નવો પ્રકાર જોવા મળ્યો છે.

વર્તમાન સમયે મોટાભાગની વેક્સિન નવા પ્રકારો વિરુદ્ધ અસરકારક લાગે છે. જોકે, આરોગ્ય અધિકારી ચિંતિત છે કે વાઈરસનું ભાવી પરિવર્તન પ્રતિરોધ ક્ષમતાને બિનઅસરકારક બનાવી શકે છે. એટલે, અમેરિકનોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ કે નવી વેક્સિન લેનવી પડશે. સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીમાં જાહેર આરોગ્યના પ્રોફેસર દેવી શ્રીધર કહે છે કે, વાઈરસ એવી રીતે બદલાઈ રહ્યો છે કે તેને દબાવવો મુશ્કેલ પડશે.

બ્રિટન અને યુરોપમાં સંક્રમણ ફેલાવતા વાઈરસનો નવો પ્રકાર બી.1.1.7 અમેરિકામાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફ્લોરિડા અને મિશીગનમાં મર્યાદિત જીનેટિક ટેસ્ટિંગમાં 12,500 કેસ જોવા મળ્યા છે. કુલ સંક્રમણનો દર ઘટવાથી અત્યાર સુધી નવો પ્રકાર જોવા મળ્યો નથી. એટલે લોકો નિશ્ચિંત થઈ ગયા છે. લંડન હાઈજીન, ટ્રોપિકલ મેડિસિન સ્કૂલમાં ચેપી બીમારીઓના પ્રોફેસર સેબાસ્ટિયન ફંકનું કહેવું છે કે, બી.1.1.7 અને અન્ય પ્રકારોને અલગ મહામારી તરીકે ગણવા જોઈએ.

દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને અમેરિકામાં મળેલા વાઈરસના અન્ય પ્રકારો ધીમે-ધીમે ફેલાઈ રહ્યા છે. જોકે, ચિંતાજનક હકીકત એ છે કે, તેનું એક પરિવર્તન વેક્સિનની અસરને ઘટાડી શકે છે. જોકે, વિજ્ઞાનીઓને વિશ્વાસ છે કે, અંતે તો વેક્સિન જ જીતશે. વાઈરસનો નવો પ્રકાર જો વધુ સંક્રામક, ગંભીર રીતે લોકોને બીમાર કરે છે કે પ્રતિરોધક ક્ષમતાને બિનઅસરકારક બનાવે છે તો આ બાબત ચિંતાજનક છે. નવા અનુમાન અનુસાર બી.1.1.7 પ્રકાર મૂળ વાઈરસની સરખામણીએ 60% વધુ ઝડપથી ફેલાવે છે અને 67% વધુ ઘાતક છે. રિસર્ચરો ઈ484 નામના પરિવર્તનથી અન્ય પ્રકારોના સંબંધમાં ચિંતિત છે.

નવો પ્રકાર વધુ સમય સુધી બીમાર રાખે છે
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જીવવિજ્ઞાની કેટરીના લિથગોએ જણાવ્યું કે, નવા પ્રકારથી સંક્રમિત લોકોમાં વાઈરસનો બોજો લાંબા સમય સુધી રહે છે. લોકો વધુ દિવસ સુધી બીમાર રહે છે. બ્રિટનમાં બી.1.1.7 એટલો વધુ સંક્રામક રહ્યો છે કે ઘરમાં રહેવાના કડક આદેશો અને ઝડપી વેક્સિનેશન છતાં ત્રણ મહિના પછી ઈન્ફેક્શન ઘટ્યા છે. યુરોપમાં બી.1.1.7ની લહેર એક મહિનાથી આકર લઈ રહી હતી. જેના તરફ કોઈનું ધ્યાન ન હતું. હવે નવા પ્રકારની લહેર ઝડપથી ફેલાઈ રહી છે.

નવી વેક્સિન તમામ પ્રકાર વિરુદ્ધ કામ કરશે
સારા સમાચાર એવા છે કે, દક્ષિણ આફ્રિકાના રિસર્ચરોએ બી.1.351ના વિરુદ્ધ એક વેક્સિન તૈયાર કરી છે. જે વાઈરસના અન્ય તમામ પ્રકારોને બિનઅસરકારક બનાવી શકે છે. ફાઈઝર, બાયોએનટેક અને મોડર્ના પણ બી.1.351 વિરુદ્ધ નવી વેક્સિનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. જે બાકીના પ્રકારો વિરુદ્ધ પણ કામ કરશે. અમેરિકામાં સંક્રામક બીમારીઓના પ્રમુખ વિશેષજ્ઞ ડૉ. એન્થોની ફોસીનું કહેવું છે કે, નવી વેક્સિનને બદલે અમેરિકનોએ ફાઈઝર-બાયોએનટેક કે મોડર્ના વેક્સિનનો ત્રીજો ડોઝ છ મહિના કે એક વર્ષમાં લઈ લેવો જોઈએ. જે તમામ પ્રકારનો સામનો કરી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post