• Home
  • News
  • દમદાર સ્પેસિફિકેશન સાથે ઈન્ફિનિક્સે 2 સ્માર્ટ ટીવી લોન્ચ કર્યાં, પ્રારંભિક કિંમત 12 હજાર કરતાં પણ ઓછી
post

બંને ટીવીનું વેચાણ 18 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 12:12:12

ઈન્ફિનિક્સે ભારતમાં સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. સોમવારે ઈન્ફિનિક્સે 32X1અને 43X1 સ્માર્ટ ટીવીને કંપનીની X1 સિરીઝના ભાગ રૂપે લોન્ચ કર્યાં છે. બંને ટીવી મોડેલ એન્ડ્રોઈડ OS પર કામ કરે છે સાથે જ બંને બેઝલ લેસ ડિઝાઈન ધરાવે છે. કંપનીનો દાવો છે કે બંને ટીવી મોડેલ ટીયુવી રીનલેન્ડ સર્ટિફાઈડ છે અને બ્લૂ લાઈટ વેવલેન્થને નિયંત્રિત કરવા માટે એક સુરક્ષિત વ્યૂઈંગ એક્સપિરિઅન્સ આપે છે. ટીવીમાં EPIC 2.0 ઈમેજ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં HDR10 સપોર્ટ મળે છે. તે 64 બિટ ક્વૉડ કોર પ્રોસેસર અને 1GB રેમથી સજ્જ છે.

ઈન્ફિનિક્સ 32X1 અને 43X1: કિંમત અને ઉપલબ્ધતા
32X1
નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે અને 43X1ની કિંમત 19,999 રૂપિયા છે. બંનેનું વેચાણ ફ્લિપકાર્ટ પર 18 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે થશે. હાલ ઈ કોમર્સ વેબસાઈટ પર તે 'coming soon' ટેગ સાથે લિસ્ટેડ છે.

ઈન્ફિનિક્સ 32X1 અને 43X1: સ્પેસિફિકેશન અને ફીચર્સ

·         નામથી જ માલુમ પડે છે કે ઈન્ફિનિક્સ 32X1માં 32 ઈંચની ડિસ્પ્લે અને 43X1માં 43 ઈંચની ડિસ્પ્લે મળશે.

·         32X1માં HD ડિસ્પ્લે અને 43X1માં FHD ડિસ્પ્લે મળે છે.

·         બંને મોડેલમાં બેઝલ લેસ સ્ક્રીન મળે છે. તે એપિક 2.0 પિક્ચર એન્જિન સાથે આવે છે અને 60Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે.

·         ટીવી HDR 10 સપોર્ટ સાથે 400 નિટ્સ પીક બ્રાઈટનેસ આપે છે.

·         બંને મોડેલ એક સુરક્ષિત વ્યૂઈંગ એક્સપિરિઅન્સ માટે સર્ટિફાઈડ ટીયુવી રીનલેન્ડ છે.

·         32X1માં ડોલ્બી ઓડિયો સાથે 20 વૉટ સ્પીકર અને 43X1માં 24 વૉટનું સ્પીકર મળે છે.

·         બંને મોડેલ 1GB રેમ અને 8GB સ્ટોરેજ સાથે મીડિયાટેક ક્વૉડકોર પ્રોસેસરથી સજ્જ છે.

·         કનેક્ટિવિટી માટે 32X1માં 2 HDMI પોર્ટ, 1 USB પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ અને 1 IR રિમોટ મળે છે.

·         43X1માં 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ અને એક બ્લુટૂથ રિમોટ મળે છે.

·         તે ગૂગલ પ્લે સ્ટોર અને નેટફ્લિક્સ, પ્રાઈમ વીડિયો અને યુટ્યુબ સહિતની એપ્સ સપોર્ટ કરે છે. તેમાં બિલ્ટ ઈન ક્રોમકાસ્ટ પણ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post