• Home
  • News
  • પાકિસ્તાનમાં મોંઘવારી 35%ને પાર:પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં ભારે વધારો કરીને જનતા ઉપર EMIનો ભાર વધારી દીધો છે
post

હવે થાકીને સરકારે લોકોને એક પછી એક મોટાં ઝટકાને સહન કરવા માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 19:19:07

પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે જનતાની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઇ રહી નથી. સારા દિવસોની આશામાં લોકો ઉપર એક પછી એક ભાર વધતો જઈ રહ્યો છે. કંગાળ દેશમાં મોંઘવારી દર 35 ટકા ઉપર પહોંચી ગયો છે, તો હવે પાકિસ્તાનના સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં ભારે વધારો કરીને જનતા ઉપર EMIનો ભાર વધારી દીધો છે. બેંચમાર્ક વ્યાજ દર (Interest Rate)માં 100 બેસિસ પોઇન્ટ એટલે 1 ટકાનો વધારો કર્યો છે અને તે વધીને 21 ટકા થઈ ગયો છે.

લોકો ઉપર EMIનો ભાર વધશે
રોયટર્સના જણાવ્યા પ્રમાણે, સેન્ટ્રલ બેંક તરફથી બેંચમાર્ક વ્યાજ દરમાં આ વધારો થયા પછી હવે દેશના તમામ બેંક પોતાના લોનના વ્યાજ દરમાં નફો કરશે. આવું કરવાથી આ બેંકોમાંથી લોન લેનારા લોકો પર અસર પડશે અને તેમણે તેમની લોનના બદલામાં વધુ ઇએમઆઈ ચૂકવવી પડશે. પહેલેથી જ એવી શક્યતા હતી કે પાકિસ્તાનમાં વ્યાજના દરમાં વધારો થઈ શકે છે. જોકે, સેન્ટ્રલ બેન્કમાં ધારણાં કરતા ઓછો વધારો થયો છે. નિષ્ણાતો 200 બેસિસ પોઇન્ટના વ્યાજદરમાં વધારાની અપેક્ષા રાખતા હતા. વ્યાજદરમાં વધારો થતાં હવે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઇ જશે.

મોંઘવારી 35 ટકાને પાર
પાકિસ્તાનમાં મોંઘવારી 35 ટકાને પાર પહોંચી ગઈ છે અને આ આંકડો છેલ્લાં પાંચ દશકમાં સૌથી વધારે છે. ખાન-પાનની વસ્તુઓથી લઇને રોજિંદાના જરૂરી સામાનોની કિંમત આકાશે આંબી રહી છે. આ સામગ્રીઓને ખરીદવી લોકોની પહોંચથી દૂર થતું રહ્યું છે. લોટથી લઇને પેટ્રોલ-ડીઝન સુધી તમામમાં મોંઘવારીનો મારો વધ્યો છે. આ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટેની સરકારની બધી કોશિશ અસફળ બની રહી છે. હવે થાકીને સરકારે લોકોને એક પછી એક મોટાં ઝટકાને સહન કરવા માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે.

પાકિસ્તાનની Dawn વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, નાણા મંત્રાલયે પાકિસ્તાનના લોકોને હાલમાં જ ચેતવણી આપીને જણાવ્યું છે કે ફુગાવો હજુ વધી શકે છે. સરકારની આ ચેતાવણીથી સ્પષ્ટ છે કે કંગાળ થયેલાં દેશમાં લોકોની મુશ્કેલીઓ વધુ વધવાની છે.

માર્ચના પહેલાં સપ્તાહમાં વધારો થયો
નોંધનીય છે કે માર્ચ 2023ના પહેલાં સપ્તાહમાં જ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)એ બેંચમાર્ક વ્યાજ દરોમાં 300 બીપીએસનો વધારો કરી તેને 20 ટકા કરી દીધો હતો. હવે મહિના પછી જ તેમાં એક અન્ય વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સેન્ટ્રલ બેંક એમપીસીએ વ્યાજ દરમાં વધારો કર્યા પછી કહ્યું કે દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ (પાકિસ્તાન ફોરેક્સ રિઝર્વ) ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું છે અને બેલેન્સ ઓફ પેમેન્ટ (BoP)ની સ્થિતિ હજુ પણ દબાણ હેઠળ છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇકોનોમી પરિસ્થિતિ સતત ખરાબ થતી જાય છે
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ થતી જઈ રહી છે અને જનતા ઉપર સંકટના વાદળો છવાયેલાં છે. પાકિસ્તાની રૂપિયો દરરોજ નીચે ગગડીને નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. IMF તરફથી બેલઆઉટ પેકેજમાં મોડું થવાના કારણે અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયાની કિંમત 288 પર પહોંચી ગઈ છે, જે તેનો નવો રેકોર્ડ લો લેવલ છે.

બીજા શબ્દોમાં કહેવામાં આવે તો પાકિસ્તાન ઉપર કંગાળ થવાનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે. પાકિસ્તાનની શહબાજ શરીફ સરકાર ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) થી 1.1 બિલિયન ડૉલરના બેલઆઉટ પેકેજના હપ્તાને મુક્ત કરવાની વિનંતી કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post