• Home
  • News
  • ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું નવુ ફીચર:‘કોલાબ્રેટિવ કલેક્શન’ની મદદથી મિત્રો અને ગ્રુપ સાથે ગમતી પોસ્ટને સેવ કરી શકશો
post

અત્યાર સુધી, ઈન્સ્ટાગ્રામ લોકોને સરળ એક્સેસ માટે પ્રાઈવેટ ગ્રુપ્સમાં પોસ્ટ્સ સાચવવાની મંજૂરી આપતું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 13:34:26

ઈન્સ્ટાગ્રામે કોલાબોરેટિવ કલેક્શનનામનું એક ફીચર બહાર પાડ્યું છે, જે લોકોને મિત્ર અથવા તેમના ગ્રુપ સાથે પોસ્ટ શેર કરવાની અને તેને એક નિશ્ચિત જગ્યાએ સેવ કરવાની મંજૂરી આપે છે. જે મિત્રો સાથે શેર કરે છે, તેઓ સાથે રહે છે. હવે તમે કોલાબોરેટિવ કલેક્શનનામનાં ફીચરની મદદથી મિત્રો સાથે તમારા મનપસંદ કન્ટેન્ટને સેવ કરી શકો છો.ઈન્સ્ટાગ્રામે ગુરુવારનાં રોજ એક ટ્વીટમાં જાહેરાત કરી હતી.

કોલોબ્રેટિવ કલેક્શનફીચર વિશે તમારે જે જાણવાની જરૂર છે તે મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:

1. આ ફીચર તમને તમારા મિત્રો સાથે તમારા મનપસંદ કન્ટેન્ટને સાચવવાનું, તેમની સાથે શેર કરવાનું અને તે સિવાય તે જ કન્ટેન્ટ તમારા મિત્રોને વન-ટુ-વન ડાયરેક્ટ મેસેજ કરવા માટે મદદરુપ બનશે.

2. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝરે એક પોસ્ટ શોધીને તેને પસંદ કરવી આવશ્યક છે. તે પછી તેઓએ સેવઆઇકનને ટેપ કરવું પડશે અને નવું કોલોબ્રેશન કલેક્ટિવ બનાવવાનાં ઓપ્શન પર ક્લિક કરવું પડશે. છેવટે, તેઓએ કલેક્શનને એક નામ આપવું પડશે.

3. ટેકક્રંચના જણાવ્યા મુજબ ગ્રુપનો કોઈપણ સભ્ય ચેટમાંથી કોઈપણ પોસ્ટ ઉમેરી શકે છે અથવા દૂર કરી શકે છે; ત્યાં એક વિકલ્પ પણ છે જેની સાથે યૂઝર્સ ચેટમાં શેર કરેલી પોસ્ટમાં સીધા ઉમેરી શકે છે.

4. આ માટે ફક્ત તેની બાજુમાં દેખાતા બુકમાર્ક આઇકોનને ટેપ કરો અને પછી તેને વર્તમાન કલેક્શનમાં ઉમેરો અથવા નવું બનાવો અને પછી તેમાં ઉમેરો.

5. અત્યાર સુધી, ઈન્સ્ટાગ્રામ લોકોને સરળ એક્સેસ માટે પ્રાઈવેટ ગ્રુપ્સમાં પોસ્ટ્સ સાચવવાની મંજૂરી આપતું હતું. આ કામ કલેક્શનનામના ફીચર દ્વારા કરવામાં આવતું હતું, જેને એપ્રિલ 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post