• Home
  • News
  • જલ્દી જ રિટાયર થશે Internet Explorer, જાણો ક્યારે
post

Internet Explorer નો ઘણા વર્ષોથી મોટા ભાગના લોકોએ ઉપયોગ નથી કર્યો. જ્યારે બીજા એડવાન્સ્ડ બ્રાઉઝર લોન્ચ થયા ત્યારે તેનો ઉપયોગ ઓછો થઈ ગયો. બીજા ઘણા એડવાન્સ્ડ બ્રાઉઝર આવી જવાથી Internet Explorer ના યુઝર્સ ઓછા થઈ ગયા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-24 11:46:15

નવી દિલ્હી: આપણે સૌ કોઈને  Internet Explorer  યાદ હશે. કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટની શરૂઆત  Internet Explorer થી જ થઈ હતી. ત્યારે પછી Microsoft Edge થી Internet Explorerને રિપ્લેસ કરવામાં આવ્યું. પરંતુ હવે 25 વર્ષ પછી Microsoft Internet Explorer વેબ બ્રાઉઝર હટાવી દેશે. 

Microsoft એ યુઝર્સને Internet Explorerથી Edge પર શિફ્ટ થવા માટે સમય આપ્યો હતો. હવે Microsoft એ આ વાતની પુષ્ટી કરી છે કે તે Internet Explorerને આવતા વર્ષે એટલે કે 15 જૂન 2022માં રિટાયર કરશે. 

Internet Explorer નો ઘણા વર્ષોથી મોટા ભાગના લોકોએ ઉપયોગ નથી કર્યો. જ્યારે બીજા એડવાન્સ્ડ બ્રાઉઝર લોન્ચ થયા ત્યારે તેનો ઉપયોગ ઓછો થઈ ગયો. બીજા ઘણા એડવાન્સ્ડ બ્રાઉઝર આવી જવાથી Internet Explorer ના યુઝર્સ ઓછા થઈ ગયા. Internet Explorer સ્લો હોવાના કારણે તેના ઘણા મીમ પણ બન્યા.

Microsoft Edge ના પ્રોગ્રામ મેનેજર Sean Lyndersay એ ઓફિશિયલ સ્ટેમેન્ટમાં જણાવ્યું કે Windows 10 પર Internet Explorerનું ભવિષ્ય Microsoft Edge છે. કેટલાક Windows 10ના વર્ઝન માટે Internet Explorer 11 ડેસ્કટોપ એપ 15 જૂન 2022ના રોજ રિટાયર થઈ જશે. અને પછી સપોર્ટ હટાવી લેવામાં આવશે. 

કંપનીએ જણાવ્યું કે Windows 10નું Long-Term Servicing Channel (LTSC) Internet Explorerને આવનારા વર્ષ સુધી ઉપયોગ કરી શકાશે. જોકે કન્ઝ્યુમર સપોર્ટને બંધ કરી દેવામાં આવશે. Microsoftએ સ્પષ્ટ નથી કર્યું કે આવનારા Windows વર્ઝન Internet Explorer સાથે આવશે કે નહીં. માનવામાં આવે છે કે Internet Explorerને Windows સાથે જૂન 2022 સુધી આપવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post