• Home
  • News
  • કોરોના મહામારીમાં એશિયા-પેસિફિકમાં રોકાણ 18% ઘટ્યું, ભારતમાં 2020માં રોકાણ 18 ટકા વધ્યું
post

બ્લૂમબર્ગ દ્વારા એકત્રિત આંકડાઓ અનુસાર, એશિયા-પેસિફિકમાં રોકાણ 18 ટકા ઘટ્યુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 10:27:01

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રોકાણકારો સાથે મુકેશ અંબાણીની મહત્વાકાંક્ષી ડીલ ભારત, 2020માં ડિલ મેકિંગ માટે લોકપ્રિય ડેસ્ટિનેશન બનાવવામાં મદદ કરી છે. ફેસબુક, સિલ્વર લેક જેવી કંપનીઓએ રિલાયન્સમાં 1500 કરોડ ડોલર (રૂ. 1.12 લાખ કરોડ)નુ રોકાણ કર્યુ છે. જેના લીધે એશિયા-પેસિફિકમાં થયેલી આ વર્ષની તમામ ડીલના 12 ટકાથી વધુ રકમ ભારતમાં આવી છે. જે 1998 બાદથી સૌથી વધુ છે. ભારતમાં આ વર્ષે અત્યારસુધી 5530 કરોડ ડોલર (રૂ. 4.14 લાખ કરોડ)નુ રોકાણ થયુ છે. જે ગતવર્ષની તુલનાએ 18 ટકા વધુ છે. 

બ્લૂમબર્ગ દ્વારા એકત્રિત આંકડાઓ અનુસાર, એશિયા-પેસિફિકમાં રોકાણ 18 ટકા ઘટ્યુ છે. ભારતમાં 50 કરોડ ઈન્ટરનેટ યુઝર છે. જેની સંખ્યા સતત વધી રહી છે. આથી ઈ-કોમર્સથી માંડી કન્ટેન્ટ સ્ટ્રિમિંગ, મેસિજિંગ, અને ડિજિટલ પેમેન્ટમાં હરીફાઈ વધી છે. ચીનમાં ઉપલબ્ધ ડિજિટલ બૂમના પ્રારંભિક દિવસોમાં આવો માહોલ હતો. કોરોના વાયરસ મહામારીને લીધે ડિજિટલ સેક્ટર વધુ મહત્વપૂર્ણ બન્યુ છે. ભારત સરકારે વિશ્વનુ સૌથી આકરૂ લોકડાઉન લાગૂ કર્યુ હતું. જેનાથી ડિજિટલ પ્રોડક્ટ્સ અને સર્વિસિઝની માગ વધી છે. જેપી મોર્ગનના એશિયા-પેસિફિક મર્જર એન્ડ એક્વિઝિશનના કો- હેડ કેરવિન ક્લેટન જણાવે છે કે, ભારત એશિયામાં એમએન્ડે અર્થે સૌથી વ્યસ્ત માર્કેટ બન્યુ છે. ગ્લોબલ કંપનીઓ ભારતમાં પ્રવેશ માટે વધુને વધુ વિકલ્પો શોધી રહી છે. 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ કેરમાં રોકાણ વધશે
રોટ્સચાઈલ્ડના એમડી આલોક શાહ જણાવે છે કે, ટેક સ્પેસમાં હાલ ડીલની એક્ટિવિટી ઝડપી બની છે. જેમાં જિયો પ્લેટફોર્મ ટોપ લેવલ પર છે. તદુપરાંત હેલ્થકેર અને ઈન્ફ્રસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ આગામી દિવસોમાં રોકાણ વેગવાન બનશે. કોરોના મહામારીને લીધે દેશના નાણાકીય સેક્ટર પર પ્રેશર વધ્યુ છે. આથી ભારતીય કંપનીઓ ખાસ કરીને બેન્ક પાસેથી ફંડ એકત્ર કરવા પ્રયાસો કરશે. જેથી તેમનો બફર મજબૂત બનશે. કેપીએમજી ઈન્ડિયાના સિનિયર પાર્ટનર શ્રીનિવાસ બાલાસુબ્રમણ્યમ અનુસાર, એક વખત ફંડ એકત્રિકરણના કામકાજ પૂર્ણ થઈ જાય બાદમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં પણ કન્સોલિડેશન જોવા મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post