• Home
  • News
  • જળવાયુ અનુકૂળ પ્રોજેક્ટમાં રૂ.2.68 લાખ કરોડનું રોકાણ, આ ક્ષેત્રમાં 2015માં માત્ર રૂ.1.26 લાખ કરોડનું જ રોકાણ થયું હતું
post

2004માં એલન મસ્કે ટેસ્લામાં રૂ.48 કરોડનું રોકાણ કર્યું હતું. હવે તેનું બજાર મૂલ્ય રૂ.28.70 લાખ કરોડ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 09:27:52

છેલ્લા કેટલાક સમયમાં રોકાણકારોનું ધ્યાન જળવાયુને સારી રાખતી ટેક્નોલોજીમાં રોકાણ પર વધ્યું છે. 2019માં રોકાણકારોએ આવી ટેક્નોલોજીમાં રૂ.2.68 લાખ કરોડનું રોકાણ કર્યું છે. રિસર્ચ ફર્મ ક્લીનટેક ગ્રૂપ મુજબ 2015માં આ ક્ષેત્રમાં માત્ર રૂ.1.26 લાખ કરોડનું જ રોકાણ થયું હતું. રોકાણકારો માત્ર એનર્જી અને ટ્રાન્સપોર્ટ સુધી જ મર્યાદિત નથી. છતાં અડધા પૈસા ઈલેક્ટ્રિક કાર નિર્માતાઓના ખાતામાં ગયું છે. 2004માં એલન મસ્કે ટેસ્લામાં રૂ.48 કરોડનું રોકાણ કર્યું હતું. હવે તેનું બજાર મૂલ્ય રૂ.28.70 લાખ કરોડ છે.

રોકાણકારોનું ધ્યાન કૃષિ ટેક્નોલોજી પર પણ છે. મોટાભાગની સરકારોએ આગામી પાંચ વર્ષમાં સ્વચ્છ ઊર્જા સ્રોત પર રિસર્ચ બમણો કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી મુજબ ગયા વર્ષે દુનિયાભરમાં ગ્રીન એનર્જી રિસર્ચ પર સરકારોએ વિક્રમી રૂ.1 કરોડ 90 લાખનો ખર્ચ કર્યો છે. ગ્રીન એનર્જી કંપનીઓનું બજાર મૂલ્ય પણ સતત વધ્યું છે. 2014થી 2018 વચ્ચે સ્વચ્છ ઊર્જા ટેક્નોલોજીમાં રોકાણ પર વાર્ષિક 20% રિટર્ન મળ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post