• Home
  • News
  • IPL 2021 Auction: જે ખેલાડી પર 28 કરોડ રૂપિયા લગાવવા તૈયાર હતો વિરાટ તેને કોઈએ ન ખરીદ્યો
post

આઈપીએલ 2021 ઓક્શન(IPL 2021 Auction) બધી 8 ટીમોએ મળીને 57 ખેલાડીઓને ખરીદ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 11:35:07

આઈપીએલ 2021 ઓક્શન(IPL 2021 Auction) બધી 8 ટીમોએ મળીને 57 ખેલાડીઓને ખરીદ્યા. પંજાબે સૌથી વધુ 9 ખેલાડીની ખરીદી કરી. તો ચેન્નાઈ(CHENNAI)6, દિલ્હી-કોલકાતા અને રાજસ્થાને 8-8 ખેલાડી ખરીદ્યા. મુંબઈએ 7 અને બેંગ્લોરે 8 ખેલાડી ખરીદ્યા. તો હૈદારાબાદે સૌથી ઓછા 3 ખેલાડી ખરીદ્યા. પરંતુ આ હરાજીમાં કેટલાક ખેલાડીઓ એવા રહ્યા જેની પર કોઈએ બોલી ન લગાવી. એવામાં એક ખેલાડી એવો હતો જેના પર વિરાટ 28 કરોડ ખર્ચવા તૈયાર હતો પરંતુ તેના પર કોઈએ બોલી જ ન લગાવી. તો ચાલો જાણીએ કોણ છે તે 6 ખેલાડી જેના પર કોઈએ બોલી ન લગાવી.

ગયા વર્ષે બેંગ્લોરે શ્રીલંકાના બોલર ઈસરૂ ઉડાનાને ખરીદ્યો હતો. તેના માટે બંગ્લોરે 50 લાખ ખર્ચ કર્યા હતા, જો કે તે સમયે બેંગ્લોરના ક્રિકેટ ડાયરેક્ટર માઈક હેસને કહ્યું હતું કે, આ ખેલાડી માટે અમે 28 કરોડ રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ. પરંતુ આઈપીએલ 2020માં તેનુ પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતું. ઉડાનાએ 10 મેચમાં માત્ર 8 વિકેટ લીધી હતી અને આ દરમિયાન તેની ઈકોનોમી 9 રન પ્રતિ ઓવર રહી હતી. આ કારણે બેંગ્લોરે તેને રિલિઝ કર્યો આ અને આ વર્ષે તેને કોઈએ ન ખરીદ્યો.

બિગ બેસ લીગમાં ધમાકો મચાવનાર ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સ પર આ વર્ષે કોઈએ બોલી ન લગાવતા સૌને આશ્ચર્ય થયું હતું. હેલ્સે બિગ બેશમાં સૌથી વધુ 543 રન બનાવ્યા હતા અને તેમા તેમણે 30 સિક્સર પણ ફટકારી હતી અને તેની સ્ટ્રાઈક રેટ 160ની હોવા છતા આઈપીએલમાં કોઈએ તેના પર દાવ ન લગાવ્યો.

 ઓસ્ટ્રિલિયાના ખેલાડી માર્નશ લાબુશેને પણ કોઈ ટીમે ખરીદ્યો નથી. લાબુશેન તાજેતરમાં જ રમાયેલી બિગ બેશ લીગમાં ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યો હતો. આ ખેલાડીએ 6 મેચમાં 10 વિકેટ લીધી હતી અને સાથે 29.33ની સરેરાશથી 176 રન પણ બનાવ્યા હતા. પરંતુ આઈપીએલમાં તેના પર કોઈએ રસ દાખવ્યો ન હતો.

સંદીપ લમિછાને: છેલ્લા ત્રણ વર્ષથી દિલ્હીનો ભાગ રહેલા લેગ સ્પિનર સંદીપ માટે આઈપીએલ 2021ની હરાજી નિરાશાજનક રહી હતી. આ લેગ સ્પિનર ઉપર આ વર્ષે કોઈએ બોલી લગાવી ન હતી. સંદીપને છેલ્લા ત્રણ વર્ષથી હરાજીમાં 2 કરોડ મળતા હતા પરંતુ આ વર્ષે દિલ્હીએ તેને રિલિઝ કરી દીધો અને કોઈએ તેના પર બોલી લગાવી નહીં.

એરોન ફિન્ચનુ નામ ટી-20 ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક બેટ્સમેન તરીકે આવે છે પરંતુ આ વર્ષે આઈપીએલ 2021 તેને કોઈએ ખરીદ્યો નથી. ગયા વર્ષે એરોન ફિન્ચને બેંગ્લોરની ટીમે 4.40 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ ગયા વર્ષે તે 12 મેચમાં માત્ર 268 રન જ બનાવી શક્યો હતો.

જેસન રોય પણ ઈંગ્લેન્ડના સૌથી વિસ્ફોટક ખેલાડીઓમાનો એક છે પરંતુ આઈપીએલ 2021મા તેને કોઈ પણ ટીમે મોકો આપ્યો નથી. જેસન રોયે તાજેતરમાં જ બિગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચર્સ માટે 12 મેચમાં 355 બનાવ્યા હતા પરંતુ તેનો ફાયદો તેને આઈપીએલમાં મળ્યો નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post