• Home
  • News
  • IPL હરાજી 2021: આખરે હરભજન સિંહ અને કેદાર જાદવને ખરીદનાર મળ્યા, જાણો કંઈ ટીમ અને કેટલામાં ખરીદ્યા
post

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન અને વિશ્વના નંબર 1 ટી-20 બેટ્સમેન ડેવિડ મલાનને નિરાશ થવું પડ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 11:12:19

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માટે ખેલાડીઓની હરાજી ચેન્નાઈમાં થઈ રહી છે. ક્રિસ મોરિસ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તે શરૂ થનારી સીઝનમાં 16.25 કરોડમાં વેચાયો છે. તેણે રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. જ્યારે, ગ્લેન મેક્સવેલ 14.25 કરોડમાં વેચાયો છે. તેણે RCBએ ખરીદ્યો છે. આ તમામ ખેલાડીઓ વચ્ચે દિગ્ગજ સ્પિનર હરભજન સિંહને KKRએ બે કરોડમાં ખરીદ્યો છે.

હરભજન સિંહ સિવાય કેદાર જાધવને પણ ખરીદનાર મળી ગયા છે. તેણે હૈદરાબાદે બે કરોડમાં ખરીદ્યો છે. તેના સિવાય કરૂણ નાયરને KKR પચાસ લાખમાં ખરીદ્યો છે. ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન અને વિશ્વના નંબર 1 ટી-20 બેટ્સમેન ડેવિડ મલાનને નિરાશ થવું પડ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે મલાન માટે મોટી હરાજી લાગી શકે છે, પરંતુ એવું થયું નહોતું. મલાન 1.5 કરોડ રૂપિયામાં વેચાયો છે. તેને પંજાબ કિંગે ખરીદ્યો છે.

ક્રિસ મોરિસ અને ગ્લેન મેક્સવેલ સિવાય ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શિવલ દુબે માટે પણ મોટી બોલી લાગી હતી. 50 લાખની બેસ પ્રાઈસવાળા શિવલ દુબેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. RRએ તેણે 4.40 કરોડમાં ખરીદ્યો છે. શિવલ દુબે IPL 2021માં સંજૂ સેમસનની કેપ્ટનશિપમાં રમતા નજરે પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ (Chris Morris)IPLની હરાજીમાં ઇતિહાસ રચી દીધો છે. 33 વર્ષના મોરિસને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

મોરિસે યુવરાજ સિંહ (Yuvraj Singh)ને આ બાબતમાં પાછળ છોડી દીધા છે. યુવરાજને દિલ્હી ડેયરડેવિલ્સે 2015માં 16 કરોડમાં ખરીદ્યો હતો. સાથો સાથ આ આફ્રિકન વિરાટ કોહલી બાદ IPLમાં સૌથી વધુ પગાર મેળવનાર ખેલાડી બની ગયો છે.

RCBના વિરાટનો પગાર 17 કરોડ રૂપિયા છે. મોરિસે હરાજીમાં પોતાની બેઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી. મુંબઇ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ પણ મોરિસને ખરીદવા માટે ખૂબ મથામણ કરી, પરંતુ રાજસ્થાને અંતમાં બાજી મારી.

IPL હરાજીના સૌથી મોંઘા ખેલાડી

1. ક્રિસ મોરિસ-2021માં 16.25 કરોડ (RRએ ખરીદ્યો)
2. યુવરાજ સિંહ – 2015માં 16.00 કરોડ (દિલ્હીએ ખરીદ્યો)

3. પૈટ કમિંસ – 2020માં 15.50 કરોડ (KKRએ ખરીદ્યો)

4. બેન સ્ટોક્સ – 2017માં 14.50 કરોડ (RPSએ ખરીદ્યો)

5. યુવરાજ સિંહ- 2014માં 14.00 કરોડ (RCBએ ખરીદ્યો)

 

adv

Related News

post
post
post
post
post
post
post