• Home
  • News
  • IPO IN JULY: વગર મહેનતે કમાણી કરવાની આ તક ચુકતા નહીં, જુલાઈમાં 11 કંપનીઓ લાવી રહી છે IPO
post

કોરોના કાળમાં તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. આ સ્થિતિની વચ્ચે પહેલીવાર એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં તમારા માટે વગર મહેનતે કમાણી કરવાની મોટી તક સામે આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-05 11:56:57

નવી દિલ્લીઃ કોરોના કાળમાં તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. આ સ્થિતિની વચ્ચે પહેલીવાર એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં તમારા માટે વગર મહેનતે કમાણી કરવાની મોટી તક સામે આવી છે. કોરોનની બીજી લહેર પસાર થયા બાદ ફરી એકવાર પ્રાથમિક બજાર વ્યસ્ત બની રહ્યું છે. કંપનીઓ પણ ભંડોળ એકત્રિત કરવા આયોજન કરી રહી છે. જુલાઈ મહિનામાં 11 કંપનીઓ IPO લાવવા તૈયારી કરી રહી છે.

જુલાઇ નો મહિનો તમને કમાણી કરવાની ઘણી તક આપશે. જુલાઈમાં  11 કંપનીઓના IPO આ મહિનામાં આવી રહ્યા છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગતા હો, તો તમને ઘણી તકો મળશે. બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહેલી કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવવાનું વધુ પસંદ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં 39 કંપનીઓએ પ્રાથમિક બજારમાંથી આશરે 60,000 કરોડ રૂપિયાની આવક કરી છે. જો કે, કોરોનાના બીજી લહેર દરમિયાન કેસોની સંખ્યામાં વધારો થયો ત્યારે પ્રાથમિક બજાર પણ ઠંડું હતું. ચાલુ વર્ષના પ્રથમ ભાગમાં 24 કંપનીઓએ આઈપીઓ દ્વારા લગભગ 39,000 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. 

આ કંપનીઓ જુલાઈ મહિનામાં IPO લાવવાની કરી રહી છે તૈયારી:

Aadhar Housings Finance IPO:
આધાર હાઉસિંગ્સ ફાઇનાન્સ જુલાઈમાં 7300 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે. જેમાં 1500 કરોડ રૂપિયા ફ્રેશ ઈશ્યુ અને 5800 OFS હશે

Zomato IPO:
દેશની જાણીતી ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો આ મહિને પોતાનો આઈપીઓ લાવી શકે છે. કંપની માત્ર સેબી તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે. info Edge India LTD IPO દરમિયાન 750 કરોડ રૂપિયાના તેના શેર વેચશે.

Arohan Financial Services IPO:
અરોહન ફાઇનાન્સિયલ સર્વિસીસ કોલકાતાની આ કેન્દ્રિત કંપની આ મહિને પણ પોતાનો આઈપીઓ લાવી શકે છે. કંપની 1800 કરોડ રૂપિયાના નવા ઇશ્યૂ લાવી શકે છે.

Seven Island Shipping IPO:
સેવન આઇલેન્ડ શિપિંગ કંપની 2003 માં શરૂ થઈ હતી. કંપની છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. એપ્રિલની શરૂઆતમાં કંપનીને સેબીની મંજૂરી મળી. આ કંપનીના IPOમાં 400 કરોડ રૂપિયાના નવા ઇશ્યૂ અને 200 કરોડ રૂપિયાના OFSનો સમાવેશ થશે.

AMI Organic IPO:
આ કેમિકલ કંપની ઉજલાઈ મહિનામ રોકાણ માટેની તક લાવી શકે છે કંપની ૬.૦૬ અબજ શેર વેચવાની તૈયારી કરી રહી છે.

GR Infraprojects IPO:
જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ કંપની 7 મી જુલાઇએ પોતાનો આઈપીઓ લાવશે. રાજસ્થાનમાં કાર્યરત આ એક રોડ કન્સ્ટ્રક્શન કંપની છે. કંપની 963 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે.

Clean Science Technology IPO:
ક્લીન સાયન્સ ટેકનોલોજી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની આઈપીઓ દ્વારા આશરે 1400 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. ઈશ્યુ ૭ જુલાઈએ આવી રહ્યો છે.

Shriram Properties IPO:
શ્રીરામ પ્રોપર્ટીઝ કંપની જુલાઈ દરમિયાન 800 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે. જેમાં રૂ. 250 કરોડ ના ફ્રેશ ઈશ્યુ અને 500 કરોડના OFS (Offer For Sale) રહેશે

Nuvoco Vistas Corp IPO:
આ સિમેન્ટ કંપની છે. કંપની 5000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવશે.

Utkarsha Small Finance Bank IPO:
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક આ મહિને પોતાનો આઈપીઓ લાવી શકે છે. જેમાં 600 કરોડ રૂપિયાના નવા ઇશ્યૂ અને રૂ. 750 કરોડના ઇક્વિટી શેરનો સમાવેશ થશે.

Vijya Diagnostics Centre IPO:
Vijya Diagnostics Centre
કંપની 2000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીનો 35 હિસ્સો શેરધારક ને વેચવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post