• Home
  • News
  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું રિસર્ચ:અમેરિકામાં કોરોના વધવા પાછળ ટ્રમ્પ જવાબદાર? પ્રમુખ ટ્રમ્પની રેલીને કારણે 30 હજાર કેસ વધ્યાં, 700 મોત થયા
post

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં વિગતો બહાર આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 09:53:18

અમેરિકી ચૂંટણી દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાયેલી 18 ચૂંટણી રેલીને કારણે ત્યાં 30 હજારથી વધુ કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં 700 લોકોના મોત થયા હોવાનું ચોંકાવનારું તારણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક રિસર્ચમાં બહાર આવ્યું છે. રિસર્ચમાં જણાવાયું છે કે ટ્રમ્પની જ્યાં જ્યાં રેલી યોજાય છે ત્યાં ત્યાં લોકોએ તેની ભારે કિંમત ચૂકવવી પડી છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચનું શીર્ષક હતું કે મોટી માત્રામાં લોકો ભેગા થવાથી કોરોના સંક્રમણના પ્રસારનો પ્રભાવ આ રિસર્ચ મુજબ ટ્રમ્પે 20 જૂનથી 22 સપ્ટેમ્બર દરમિયાન 18 રેલી યોજી હતી. તે દરમિયાન કોરોનાના 30 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે જ 700 લોકોના મોત થયા હોવાનું પણ આ રિસર્ચમાં જણાવાયું છે.

આરોગ્ય અધિકારીએ ચેતવણી આપી હતી
રિસર્ચમાં જણાવાયું છે કે તેમનું વિશ્લેષણ આરોગ્ય અધિકારીઓએ જે ચિંતા વ્યક્ત કરી હતી અને ચેતવણી આપી હતી કે એક જગ્યાએ મોટી માત્રામાં લોકો ભેગા થશે તો કોરોનાનું સંક્રમણ વધશે તે વાતનું સમર્થન કરે છે. આથી લોકોએ કોરોનાની ગાઈડ લાઈન તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની જરૂર હતી. બાઈડને આ રિસર્ચ દ્વારા ટ્રમ્પ પર નિશાન ટાક્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post