• Home
  • News
  • ISI ચીફે ઈમરાન ખાનને જોરદાર થપ્પડ મારી દીધી હતી, આર્મી ચીફને બરતરફ કરવાના આદેશ પર વિવાદ થયો હતો
post

બાજવાને હટાવીને ઈમરાન ખાસ મિત્ર જનરલ ફૈઝ હમીદને આર્મી ચીફ બનાવવા માંગતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-16 16:00:28

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં 9 અને 10 એપ્રિલની મધ્યરાત્રિએ ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી. ઘણો ડ્રામા થયો હતો. જો કંઈક સામે આવ્યું, તો તેને દફન કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે 9 એપ્રિલની રાત્રે બનીગાલા સ્થિત ઈમરાનના ઘરના લૉનમાં હેલિકોપ્ટર લેન્ડ થયું હતું. તેમાં બે મહત્વના લોકો હતા. તે ઈમરાનને અલગ રૂમમાં મળ્યા હતા અને રાજીનામું આપવા જણાવ્યું હતું. ઈમરાન ગુસ્સે થઈ ગયા હતા અને અપશબ્દો કહ્યા હતા.

એવો દાવો કરવામાં આવે છે કે ગુસ્સે ભરાયેલી એક વ્યક્તિએ ઈમરાનના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. તે પછી બધી બાબતો શાંત થઈ. મતદાન થયું અને ઈમરાન સરકાર પડી ગઈ. જો કે, ચાલો આ આશ્ચર્યજનક કિસ્સાને સમજવાનો પ્રયાસ કરીએ. જાણો તે રાત્રે શું, કેમ અને કેવી રીતે થયું.

કેવી રીતે 'થપ્પડકાંડ' સામે આવ્યું
9 અને 10 એપ્રિલની રાત્રે કેટલાક એકરમાં ફેલાયેલા ઈમરાનના આલીશાન ઘર (બનીગાલા)માં કંઈક અજીબ ઘટના બની હતી. આ અંગેની માહિતી પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ખુસરપુસરના રૂપમાં સામે આવી રહી હતી, પછી બીબીસી ઉર્દૂએ ઈશારામાં થોડી માહિતી આપી. ત્રણ અગ્રણી પાકિસ્તાની પત્રકારો આરઝૂ કાઝમી, સલીમ સફી અને અસદ અલી તૂરે આ તસવીરને ઘણી હદ સુધી સ્પષ્ટ કરી હતી. સવાલ એ થયો કે ઈમરાનની ડાબી આંખ નીચે ઈજાના નિશાન કેવી રીતે આવ્યા? બે દિવસ સુધી તે બધે સનગ્લાસ પહેરીને કેમ જોવા મળ્યા? તેથી, 14 એપ્રિલના રોજ સેનાના પ્રવક્તાએ રાષ્ટ્રીય મીડિયા પર આ અંગે સ્પષ્ટતા આપી હતી.

વાત કેવી રીતે શરૂ થઈ
અસદ અલી તૂરના કહેવા પ્રમાણે- એ નક્કી થયું હતું કે ઈમરાન પાસે બહુમતી નથી અને તેમની સરકાર પડવાની નક્કી જ છે. આ બાબતે પણ ખાન ન તો મતદાન માટે તૈયાર હતા કે ન તો રાજીનામું આપવા માટે. સુપ્રીમ કોર્ટના આદેશ પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. જેના કારણે ઈમરાનને વડાપ્રધાન બનાવનાર સેનાની ઈમેજ કલંકિત થઈ રહી હતી. 9 એપ્રિલની રાત્રે લગભગ 9 વાગે તેમણે ખાનને મેસેજ મોકલ્યો - ઈમરાન ખાન સાહેબ, તમે રાજીનામું આપી દો.

તૂર વધુમાં જણાવે છે- ઈમરાને સેનાના આદેશનું પાલન કરવાને બદલે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને સંદેશ લઈને મોકલ્યા હતા. તેમાં કહ્યું હતું- વડાપ્રધાન મતદાન કરાવવા કે રાજીનામું આપવા તૈયાર નથી. તેઓ નેશનલ એસેમ્બલીને ભંગ કરીને ચૂંટણી કરાવવા માંગે છે. સેનાએ તેને સખત રીતે ફગાવી દીધું અને કહ્યું- સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનું જ રહેશે. વાત અહીંથી જ બગડી ગઈ હતી.

ઈમરાન ખાનની ચાલ
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન જનરલ બાજવાને હટાવીને પૂર્વ ISI ચીફ અને તેમના ખાસ મિત્ર જનરલ ફૈઝ હમીદને આર્મી ચીફ બનાવવા ઈચ્છતા હતા. હમીદને ISIમાંથી હટાવવાના મુદ્દે ગયા વર્ષે ઓક્ટોબરમાં જ બાજવા અને ઈમરાનના સંબંધો બગડ્યા હતા. ફૈઝ હાલમાં પેશાવરના કોર કમાન્ડર છે. સલીમ સફી કહે છે- ઈમરાને સંરક્ષણ સચિવને બોલાવીને બાજવાને બરતરફ કરવા અને નવા આર્મી ચીફ તરીકે ફૈઝ હમીદની નિમણૂક માટે નોટિફિકેશન તૈયાર કર્યું હતું. તેમના પર માત્ર નોટિફિકેશન નંબર જ લખવાનો બાકી હતો.

કૉલ ઇન્ટરસેપ્ટ અને ગેમ સમાપ્ત
9
એપ્રિલની રાત્રે, ઈમરાન કોઈની સાથે ફોન પર વાત કરવા માટે બહાર લૉનમાં ગયા હતા. આર્મી ઈન્ટેલિજન્સે આ કોલ ઈન્ટરસેપ્ટ કર્યો હતો. આ તરફ, સંસદમાં મતદાન ટાળવા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તમામ ગેરબંધારણીય યુક્તિઓ અજમાવી રહ્યા હતા.

રાત્રે લગભગ 11 વાગ્યે રાવલપિંડી સ્થિત આર્મી હેડક્વાર્ટરથી હેલિકોપ્ટરે ઉડાન ભરી. તેમાં ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ અને આર્મી ચીફ જનરલ બાજવા હતા. આ ચોપર થોડી જ મિનિટો પછી, ઈમરાનના ઘર બનીગાલાના લૉન પર ઉતરાણ કર્યું હતુ. બંને જણા સીધા તે જગ્યાએ પહોંચ્યા હતા જ્યાં ઈમરાન તેના ત્રણ નજીકના લોકો સાથે હાજર હતા. ISI ચીફે ઈમરાનને રાજીનામું આપવા કહ્યું હતુ. તે બાબતે ઈમરાને ના પાડી દીધી અને અપશબ્દો કહ્યા હતા. દાવો કરવામાં આવે છે કે દલીલો વધી અને ગુસ્સામાં ISI ચીફ નદીમ અંજુમે ઈમરાનના ડાબા ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી.

પિક્ચર હજી બાકી છે
ISI
ચીફે ઈમરાન સામે કટાક્ષ કરતા કહ્યું- અમને બધું ખબર પડી ગઈ છે. હવે મતદાન કરાવો નહીંતર પરિણામ બહુ ખરાબ આવશે. અંજુમ અને બાજવાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓમર અત્તા બાંદિયાલ અને ઈસ્લામાબાદ હાઈકોર્ટના કડક સ્વભાવના ચીફ જસ્ટિસ અતહર મિનાલ્લાહને આ મામલાની જાણકારી આપવામાં આવી હતી. બંનેએ અડધી રાત્રે પોત-પોતાની કોર્ટ ખોલી હતી. એક વકીલે મિનાલ્લાહ સમક્ષ જનરલ બાજવાની બરતરફી પર રોક લગાવવા અરજી કરી હતી.

જો કે, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપી દીધું હતું. નવાઝ શરીફની પાર્ટીના અયાઝ સાદિક સ્પીકરની ખુરશી પર બેઠા હતા. મતદાન થયું અને ઈમરાન ભૂતપૂર્વ વડાપ્રધાનોમાં સામેલ થઈ ગયા હતા.

હજી તો ખરાબ દિવસોની શરૂઆત જ થઈ છે
પાકિસ્તાની પત્રકાર આમના અને ઝફર નકવીનું કહેવું છે કે - 10 એપ્રિલે સવારે લગભગ 4 વાગ્યે સેનાએ ઈસ્લામાબાદમાં 4 આલીશાન ઘરો પર દરોડા પાડ્યા હતા. આમાંથી એક ઘર ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ની સોશિયલ મીડિયા વિંગના ચીફ અર્સલાન ખાલિદનું પણ હતુ. અહીંથી તમામ મોબાઈલ, લેપટોપ અને ડિજિટલ ડાયરી જપ્ત કરવામાં આવી હતી. ખરેખર, ઈમરાનનું કાવતરું સોશિયલ મીડિયા દ્વારા સેનાને બદનામ કરવાનું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 12 લોકોને સેનાએ ઝડપી લીધા છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના ચીફ અને ઈમરાનના પ્રિન્સિપલ સેક્રેટરી આઝમ ખાને દેશ છોડીને ભાગી ગયા છે. આગામી દિવસોમાં વધુ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post