• Home
  • News
  • પાકિસ્તાનની તાલીમબદ્ધ મહિલાઓ સીમા પાસે રહેતા લોકોને ફસાવીને જાસૂસ બનાવી રહી છે, પછી ગુપ્ત માહિતી લે છે
post

પાકિસ્તાની મહિલાઓ પહેલા હની ટ્રેપમાં ફસાવે છે, પછી ન માને તો પૈસાની લાલચ પણ આપે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 12:00:08

શ્રીગંગાનગર: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI(ઈન્ટર સર્વિસેસ ઈન્ટેલિજેન્સ) હવે ભારતના યુવાનોને હની ટ્રેપમાં ફસાવીને સેનાની ગુપ્ત માહિતી બહાર કાઢવાનો કિમીયો અપનાવી રહી છે. જેના માટે તેમને ટ્રેન્ડ મહિલાઓની એક ટીમ બનાવી છે જે યુવાનોને વાતોમાં ફસાવીને તેમની પાસે સેનાની જાસૂસી કરવા માટે કહે છે. આ મહિલાઓ રાજસ્થાન સરહદ પાસે રહેતા યુવાનોને સોશિયલ મીડિયાથી ટાર્ગેટ કરે છે.


મહિલાઓ યુવકો સાથે થોડા મહિના સુધી વાતચીત કરીને ટાર્ગેટ કરીને તેમને વિશ્વાસમાં લઈ લે છે, પછી તેમને સેનાની જાસૂસી કરવા માટે ઉશ્કેરે છે. યુવક ક્યારે પ્રેમમાં ફસાઈને તો ક્યારેક પૈસાની લાલચમાં તેમનો સાથ આપવાનું શર કરી દે છે. મહિલાઓનો ટાર્ગેટ મોટા ભાગે એવા લોકો બની જાય છે, જે સેના અથવા BSF સાથે કોઈ રીતે સંકળાયેલા હોય છે.

પાકિસ્તાન પાસે આવેલી બીજી સૌથી મોટી સરહદ રાજસ્થાનમાં 

ક્ષેત્ર

પાકિસ્તાન સાથે સીમાની લંબાઈ

જમ્મુ-કાશ્મીર

1222 કિમી

રાજસ્થાન

1170 કિમી

ગુજરાત

506 કિમી

પંજાબ

425 કિમી

કુલ

3323 કિમી 

શ્રીગંગાનગર નિશાના પર 
રાજસ્થાનનું શ્રીગંગાનગર પાકિસ્તાનના બહાવલપુરની પાસે આવેલું છે, જ્યાં ISIની ઓફિસ છે. સાથે જ શ્રીગંગાનગરમાં સૈન્ય છાવણીઓ અને વાયુસેનાનું મુવમેન્ટ થતુ રહે છે. દર વર્ષે યુદ્ધાભ્યાસ પણ થાય છે, એટલા માટે ISI અહીંયા પોતાના જાસૂસ ઊભા કરતી રહે છે.

રાજસ્થાનના બોર્ડર એરિયામાં પાકિસ્તાની જાસૂસ ઝડપાયા 
2011
માં સૂરતગઢ SDM કાર્યાલયના ક્લાર્ક પવન શર્માને CIDએ પાકિસ્તાન સેનાને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ઝડપ્યો હતો. આરોપ હતા કે તે સામરિક મહત્વના નકશા અને ફોટા ISI સુધી પહોંચાડતો હતો. 

2019 જાન્યુઆરીમાં જૈસલમેર છાવણીમાં તહેનાત સૈનિક સોમવીરને પણ ISIની મહિલા અધિકારીએ અનિકા ચોપડાના નામથી ફેસબુક પ્રોફાલઈ દ્વારા હની ટ્રેપમાં ફસાવ્યો હતો. મહિલાએ 45 સૈનિકો સાથે દોસ્તી કરી હતી, પણ સોમવીર ફસાઈ ગયો હતો. ઘણી માહિતી પણ ભેગી કરી લીધી હતી.

 ભારતીય સરહદ પર પાકિસ્તાની ટાવરનું નેટવર્ક આવે છે
BSF
ની ગુપ્તચર વિંગના રિટાયર્ડ ડેપ્યુટી કમાન્ડેન્ટ ઓપી ચાહરે જણાવ્યું કે, ભારતીય સીમામાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ટાવરનું નેટવર્ક આવી રહ્યું છે. આનાથી આપણી સરહદમાં પાકિસ્તાની સીમકાર્ડ પર સરળતાથી વાત થઈ શકે છે. સેના અને અર્ધસૈનિક દળોમાં સાઈબર ક્રાઈમ વધી રહ્યું છે.  સૈનિકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લાગે અથવા પોતાના સૈનિકો હોવાની પોતાની ઓળખ છુપાવીને રાખે. ISI સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યુવતીઓ દ્વારા ઉપયોગ કરી રહ્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post