• Home
  • News
  • ફરી યુદ્ધના ભણકારા!, ઈઝરાયેલે ગાઝા પર કર્યા હવાઈ હુમલા
post

ગત મહિને 11 દિવસ સુધી ચાલેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો અંત એક સીઝફાયર સાથે થયો હતો. પરંતુ ઈઝરાયેલ અને ગાઝા એકવાર ફરીથી આમને સામને આવી ગયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-16 11:50:57

નવી દિલ્હી: ગત મહિને 11 દિવસ સુધી ચાલેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો અંત એક સીઝફાયર સાથે થયો હતો. પરંતુ ઈઝરાયેલ અને ગાઝા એકવાર ફરીથી આમને સામને આવી ગયા છે. મળતી માહિતી મુજબ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ફરી એકવાર હુમલો કર્યો છે. ઈઝરાયેલે સીઝફાયરનો ભંગ કરતા ગાઝા તરફ રોકેટ છોડ્યા છે. જેને 21 મેના રોજ થયેલા યુદ્ધવિરામના અંત તરીકે જોવામાં આવી શકે છે. ઈઝરાયેલ દ્વારા કરાયેલો આ હુમલો સીઝફાયર સમજૂતિ બાદ સૌથી મોટી ઘટના છે. 

આ હુમલા અંગે ઈઝરાયેલે કહ્યું કે જ્યારે હમાસ તરફથી ઈઝરાયેલ બાજુ ગોળા ફેકવામાં આવ્યા ત્યારે ઈઝરાયેલા આ હુમલો કર્યો છે. તેની બરાબર પહેલા હાલમાં જ ઈઝરાયેલી દક્ષિણપંથીઓએ પૂર્વ જેરૂસેલમ તરફ કૂચ કરી હતી જેમાં ખુબ ઉત્તેજક નારા પણ લાગ્યા હતા. જેના કારણે પેલેસ્ટાઈન ખુબ નારાજ થયું હતું. 

અત્રે જણાવવાનું કે 11 દિવસ ચાલેલા હમાસ અને ઈઝરાયેલી યુદ્ધ એક દાયકાની અંદર ચોથુ યુદ્ધ હતું. જેનો અંત 21મી મે 2021ના રોજ એક સીઝફાયર સમજૂતિ હેઠળ થયો. આ સીઝફાયર સમજૂતિનો હવે અંત આવતો જોવા મળી રહ્યો છે. આ યુદ્ધમાં ઈઝરાયેલ અને હમાસ બંને તરફથી ખુબ હવાઈ હુમલા થયા હતા. જેમાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના પેલેસ્ટાઈનના નાગરિકો હતા. 

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક નિવેદન આપતા કહ્યું કે તેના ફાઈટર વિમાનોએ ખાન યુનિસ અને ગાઝા શહેરમાં હમાસ દ્વારા સંચાલિત થતા મિલેટ્રી અડ્ડાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ આર્મીએ કહ્યું કે આ જગ્યાઓ પર આતંકી ગતિવિધિઓ સંચાલિત થઈ રહી હતી અને ઈઝરાયેલ ફોર્સ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે. પછી ભલે ગાઝી સ્ટ્રિપ તરફથી આતંકી ગતિવિધિઓના સ્વરૂપમાં યુદ્ધની ફરીથી શરૂઆત કેમ ન હોય. 

 

adv

Related News

post
post
post
post
post
post
post