• Home
  • News
  • Israel ના નવા PM Naftali Bennett એ પ્રધાનમંત્રી મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
post

ઈઝરાયેલમાં 12 વર્ષથી ચાલતા બેન્જામિન નેતન્યાહૂ યુગનો અંત થયો છે અને હવે અહીં 8 પક્ષોના ગઠબંધનવાળી સરકાર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-15 10:39:28

તેલ અવીવ: ઈઝરાયેલના નવા પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ(Naftali Bennett) ભારત સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે. સત્તા સંભાળ્યા બાદ બેનેટે કહ્યું કે તેઓ ભારત સાથે શાનદાર અને મધુર સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરવાને લઈને ઉત્સુક છે. હકીકતમાં પીએમ મોદીએ નફ્તાલી બેનેટને શુભેચ્છાઓ પાઠવી હતી જેના જવાબમાં ઈઝરાયેલના નવા ચૂંટાઈ આવેલા પ્રધાનમંત્રીએ આ વાત કરી. અત્રે જણાવવાનું કે ઈઝરાયેલમાં 12 વર્ષથી ચાલતા બેન્જામિન નેતન્યાહૂ યુગનો અંત થયો છે અને હવે અહીં 8 પક્ષોના ગઠબંધનવાળી સરકાર છે. 

પીએમ મોદીએ કર્યુ હતું ટ્વીટ
યામિના પાર્ટીના નેતા 49 વર્ષના નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયેના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ અવસરે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'ઈઝરાયેલના પ્રધાનમંત્રી બનવા બદલ નફ્તાલી બેનેટને શુભેચ્છાઓ. અમે આગામી વર્ષ અમારા કૂટનીતિક સંબંધોના 30 વર્ષ પૂરા કરી રહ્યા છીએ અને આ અવસરે હું તમારી સાથે મુલાકાત કરવા અને બંને દેસો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છું.

નફ્તાલી બેનેટે આપ્યો આ જવાબ
પીએમ મોદીની ટ્વીટના જવાબમાં નફ્તાલી બેનેટે પોતાના અધિકૃત  ટ્વિટર હેન્ડલથી કહ્યું કે આભાર પ્રધાનમંત્રી મોદી. હું બંને લોકતંત્રો વચ્ચે શાનદાર, મધુર સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવાને લઈને ઉત્સુક છું. નોંધનીય છે કે બેનેટે રવિવારે નેસેટ(સંસદ) દ્વારા તેમને ઈઝરાયેલના 13માં પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા બાદ પદના શપથ લીધા હતા. આ દરમિયાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થકોએ ખુબ  હોબાળો પણ કર્યો હતો. 

નવી સરકાર ભારતની સાથે
આ બાજુ ઈઝરાયેલના વૈકલ્પિક પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી યાઈર લાપિદે સોમવારે કહ્યું કે નવી સરકાર ભારત સાથે રણનીતિક સંબંધોને આગળ વધારવા માટે કામ કરશે. વિદેશ મંત્રી જયશંકરના શુભેચ્છા સંદેશના જવાબમાં લાપિદે કહ્યું કે હું બંને દેશો વચ્ચે રણનીતિક સંબંધોને આગળ વધારવાની દિશામાં કામ કરવા માટે આશા રાખુ છું અને આશા છે કે જલદી ઈઝરાયેલમાં તમારું સ્વાગત કરીશું. જયશંકરે આ અગાઉ એક ટ્વીટ કરીને પોતાના ઈઝરાયેલી સમકક્ષને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે ઈઝરાયેલના વૈકલ્પિક પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી યાઈર લાપિદને તેમની નિયુક્તિ પર શુભેચ્છા. આપણી રણનીતિક ભાગીદારીને આગળ લઈ જવા માટે મળીને કામ કરવા માટે તત્પર છીએ. 

2022માં બદલાશે ઈઝરાયેલના પીએમ
યેશ આતીદ પાર્ટીના પ્રમુખ લાપિદ સત્તા ભાગીદારી સમજીતિ હેઠળ સપ્ટેમ્બર 2023માં નફ્તાલી બેનેટ પછી પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળશે અને કાર્યકાળ પૂરો થાય તે બે વર્ષ સુધી તેઓ આ પદ પર રહેશે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેનારા નફ્તાલી બેનેટને શુભેચ્છાની સાથે સાથે પોતાના ટ્વિટમાં નેતન્યાહૂ પ્રત્યે પોતાો ઊંડો આભાર પણ વ્યક્તક ર્યો. મોદીએ ભારત-ઈઝરાયેલી ભાગીદારીને વ્યક્તિગત રીતે પ્રાથમિકતા આપવા બદલ નેતન્યાહૂનો આભાર વ્યક્ત કર્યો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post