• Home
  • News
  • ઇઝરાયલના હવાઈ હુમલામાં 42 લોકોના મોત, ગાઝા સિટીમાં ત્રણ ઇમારત ધ્વસ્ત
post

ઇઝરાયલે હમાસને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે હાલના દિવસોમાં હુમલાની સંખ્યા વધારી છે. તો આંતરરાષ્ટ્રીય વાર્તાકાર પણ બન્ને પક્ષો વચ્ચે મધ્યસ્થાના પ્રયાસ કરી રહ્યાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-17 09:55:30

ગાઝા સિટીઃ ઇઝરાયલે રવિવારે ગાઝા સિટી પર કરેલા હવાઈ હુમલામાં ત્રણ ઇમારત નષ્ટ થઈ ગઈ અને ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ પહેલા શરૂ થયેલા સંઘર્ષ બાદ આ સૌથી ભીષણ હુમલો હતો. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હુમલામાં મૃત્યુ પામનાર લોકોમાં 16 મહિલાઓ અને 10 બાળકો સામેલ છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

તેમણે કહ્યું કે, રાહત તથા બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ પહેલા ઇઝરાયલી સેનાએ કહ્યું કે, તેણે દક્ષિણી શહેર ખાન યૂનિસમાં અલગ હવાઈ હુમલામાં ગાઝાના સર્વોચ્ચ હમાસ નેતા યાહિયા સિનવારના આવાસને ધરાશાયી કરી દીધુ. હમાસના વરિષ્ઠ નેતાઓના ઘર પર છેલ્લા બે દિવસમાં આ ત્રીજો હુમલો છે. તો હુમલાને ધ્યાનમાં રાખી હમાસના ઘણા નેતા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે. 

ઇઝરાયલે હમાસને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે હાલના દિવસોમાં હુમલાની સંખ્યા વધારી છે. તો આંતરરાષ્ટ્રીય વાર્તાકાર પણ બન્ને પક્ષો વચ્ચે મધ્યસ્થાના પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ હમાસના નેતાઓને નિશાન બનાવવાથી આ પ્રયાસમાં મુશ્કેલી આવી શકે છે. પૂર્વી યરૂશલમમાં આ મહિનાની શરૂઆતમાં તણાવ ત્યારે શરૂ થયો જ્યારે પેલેસ્ટાઈનના શેખ જર્રામાં તેમને કાઢવા દરમિયાન પ્રદર્શન કર્યુ અને ઇઝરાયલ પોલીસે અલ-અક્સા મસ્જિદમાં કાર્યવાહી કરી હતી. 

આ લડાઈ પાછલા સોમવારે શરૂ થઈ જ્યારે યરૂશલમને બચાવવાનો દાવો કરનાર હમાસે લાંબા અંતરના રોકેડ છોડ્યા હતા. સંઘર્ષ અન્ય જગ્યાઓ પર ફેલાઈ ગયો છે. વેસ્ટ બેન્ક અને ઇઝરાયલમાં પણ અનેક જગ્યાએ યહૂદી અને અરબ નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું છે. આ સંઘર્ષમાં ગાઝામાં 55 બાળકો અને 33 મહિલાઓ સહિત 188 પેલેસ્ટાઈન લોકોના મોત થયા છે અને 1230 નાગરિક ઈજાગ્રસ્ત છે. તો ઇઝરાયલમાં આઠ લોકોના મોત થયા, જેમાં એક પાંચ વર્ષનું બાળક પણ સામેલ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post