• Home
  • News
  • નેપાળ માટે ગર્વની વાત છે કે, ભારત જેવો પાડોશી મળ્યો છેઃ નેપાળના વિદેશ મંત્રીનુ ડેમેજ કંટ્રોલ
post

ભારત પોતાના પાડોશી દેશની વખતો વખત મદદ કરતુ આવ્યુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-08 17:23:10

કાઠમાંડૂ: નેપાળનુ કમનસીબ છે કે તેને ભારત જેવો પડોશી મળ્યો છે...તેવુ નિવેદન આપનાર ચીનના નેપાળના રાજદૂતનો નેપાળમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે નેપાળના વિદેશ મંત્રી સમગ્ર વિવાદમાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહ્યા છે. નેપાળના વિદેશ મંત્રી સઉદે ભારતની સહાયથી શરુ થયેલી સ્કૂલના ઉદઘાટનમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવની હાજરીમાં ભાતરના વખાણ કરતા કહ્યુ હતુ કે, નેપાળ માટે ગર્વની વાત છે કે, તેની પાસે ભારત જેવો પાડોશી છે.ભારતે નેપાળના લોકોના વિકાસમાં યોગદાન આપ્યુ છે.

નેપાળ માટે ભારતની સતત સહાય મળતી રહેશે તેવી હું આશા રાખુ છું. ભારત પોતાના પાડોશી દેશની વખતો વખત મદદ કરતુ આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે, ચીનના રાજદૂત સોંગે તાજેતરમાં નેપાળના એક જાહેર કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, ભારત સાથે નેપાળે સાવધાની પૂર્વક વેપાર કરવો જોઈએ.નેપાળનુ કમનસીબ છે કે, તેને ભારત જેવો પાડોશી મળ્યો છે.જોકે ભારત એક મોટુ માર્કેટ છે અને નેપાળ તેનો ઉપયોગ કરી શકે છે.

ભારતની નેપાળ તેમજ બીજા પાડોશી દેશો પ્રત્યેની નીતિ મિત્રતાપૂર્ણ  નથી. નેપાળ માટે તે ફાયદો કરાવનારી પણ નથી.જોકે નેપાળમાં જ રાજદૂતના નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે.નેપાળમા રાષ્ટ્રીય એકતા અભિયાન સંગઠન દ્વારા ચીનના દૂતાવાસ સામે રાજદૂતના નિવેદનનો વિરોધ કરીને તેમને ચીન પાછા મોકલવા માટે પણ માંગ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post