• Home
  • News
  • 'કોંગ્રેસની દુકાન પર તાળુ લગાવવાની નોબત આવી', લોકસભામાં વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર
post

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ક્યાં સુધી વિપક્ષ સમાજને વહેંચતું રહેશે. આ લોકોએ દેશનો ખુબ તોડ્યો છે. ચૂંટણીનું વર્ષ છે, થોડી મહેનત કરીએ છીએ. કંઈક નવું શોધીને લાવીએ. તે જૂની ઢપલી જૂનો રાગ. ચાલો હું પણ તમને શીખવું છું.'

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-05 18:14:18

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના નિચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ગૃહમાં સંબોધન કરતા વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને લઈને શું બોલ્યા વડાપ્રધાન મોદી?

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'સંસદના આ નવા ગૃહમાં જ્યારે રાષ્ટ્રપતિ આપણને સંબોધિત કરવા આવ્યા અને જે ગૌરવ અને સન્માનની સાથે સેંગોલ અને આખા જુલૂસનું નેતૃત્વ કર્યું, આપણે સૌ તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. નવા ગૃહમાં આ પરંપરા ભારતની આઝાદીના તે પવિત્ર ક્ષણનું પ્રતિબિંબ જ્યારે સાક્ષી બને છે તો લોકશાહીની ગરિમા અનેક ગણી વધી જાય છે.'

લોકસભામાં વડાપ્રધાન મોદીએ કર્યો ત્રીજો કાર્યકાળ મળવાનો દાવો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'પહેલા કાર્યકાળમાં UPAના ખાડા ભરતા રહ્યા. બીજા કાર્યકાળમાં નવા ભારતનો પાયો નાખ્યો. ત્રીજા કાર્યકાળમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે. તેઓ વિપક્ષના રૂપમાં પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા. મેં હંમેશાથી કહ્યું છે કે દેશને એક સારા વિપક્ષની જરૂર છે. હું જોઈ રહ્યો છું કે વિપક્ષમાંથી ઘણા બધા લોકો ચૂંટણી લડવાની હિંમત ગુમાવી ચૂક્યા છે. મેં સાંભળ્યું છે કે, ઘણા બધા લોકો બેઠક બદલવાની ફિરાકમાં છે અને તેઓ હવે રાજ્યસભામાં જવા ઈચ્છે છે.'

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, 'વિપક્ષે જે સંકલ્પ લીધો છે, હું તેમની સરાહના કરું છું. તેનાથી મારો અને દેશનો વિશ્વાસ પાક્કો થઈ ગયો છે. તેમણે લાંબા સમય સુધી ત્યાં રહેવાનો સંકલ્પ લીધો છે. હવે કેટલાક દાયકા સુધી જેમ અહીં બેઠા હતા, એવી જ રીતે કેટલાક દાયકા સુધી ત્યાં બેસવાનો તમારો સંકલ્પ જનતા જનાર્દન પૂર્ણ કરશે.'

'એક જ પ્રોડક્ટને લોન્ચ કરવાના ચક્કરમાં દુકાનને તાળું લગાવવાની નોબત આવી'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'એક જ પ્રોડક્ટને લોન્ચ કરવાના ચક્કરમાં દુકાનને તાળું લગાવવાની નોબત આવી. કોંગ્રેસની માનસિકતાથી દેશને ખુબ નુકસાન થયું છે. કોંગ્રેસસનો વિશ્વાસ હંમેશા એક પરિવાર પ્રત્યે રહ્યો છે. એક જ પરિવારની આગળ તેઓ ન કંઈ કરી શકે છે અને ન કંઈ વિચારી શકે છે.'

'ક્યાં સુધી સમાજમાં ભાગલા કરતું રહેશે વિપક્ષ'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ક્યાં સુધી વિપક્ષ સમાજને વહેંચતું રહેશે. આ લોકોએ દેશનો ખુબ તોડ્યો છે. ચૂંટણીનું વર્ષ છે, થોડી મહેનત કરીએ છીએ. કંઈક નવું શોધીને લાવીએ. તે જૂની ઢપલી જૂનો રાગ. ચાલો હું પણ તમને શીખવું છું.'

adv

Related News

post
post
post
post
post
post
post