• Home
  • News
  • વિશ્વમાં પ્રથમ 10 લાખ કેસ સુધી 94 દિવસ લાગ્યા, 48 દિવસમાં દર્દીની સંખ્યા 40 લાખને પાર થઈ
post

મહામારીની શરૂઆતના 94 દિવસ બાદ પણ સૌથી વધારે 2,50,708 કેસ અમેરિકામાંથી હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 11:40:21

વોશિંગ્ટન: કોરોના વાઈરસનો પ્રથમ કેસ 31 ડિસેમ્બરના રોજ ચીનના વુહાન શહેરમાંથી મળ્યો હતો. ત્યારબાદ જોત જોતામાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. બુધવારે વિશ્વભરમાં દર્દીની સંખ્યા 50 લાખને પાર થઈ ગયો છે. 31 ડિસેમ્બરથી 2 એપ્રિલ એટલે કે 94 દિવસમાં 10 લાખ કેસ સામે આવી ગયા હતા. બીજી બાજુ ફક્ત 46 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 40 લાખ પહોંચી ગઈ.સંક્રમણના 50 લાખ કેસમાં 19,71,193ને સારું થઈ ગયું છે. એટલે કે 86 ટકા દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. 3,25,172 લોકોના મોત થયા છે. જે કુલ આંકડાના 14 ટકા છે. એવી જ રીતે એક્ટિવ કેસ 27,05,882 છે. એટલે કે આ એવા કેસ છે કે જે હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે એટલે કે જેમનામાં કોરોનાની પુષ્ટી થઈ ચુકી છે.

વિશ્વના 10 સૌથી અસરગ્રસ્ત દેશ

અમેરિકાઃ મહામારીની શરૂઆત થયાના 94 દિવસમાં સૌથી વધારે કેસ અમેરિકામાંથી આવ્યા છે એટલે કે 2 એપ્રિલ સુધીમાં દેશમાં 2,50,708 કેસ થઈ ગયા હતા. જ્યારે 48 દિવસમાં તે 13,19,878 કેસ મળ્યા છે. એટલે કે બુધવાર સુધીમાં દર્દીની સંખ્યા 15,70,583 પહોંચી છે. અહીં અત્યાર સુદીમાં 3,61,180 દર્દીને સારું થયુ છે.


રશિયાઃ અહીં સંક્રમણનો આંકડો 2,99,941 થયો છે. અહી મે મહિનામાં ઝડપભેર સંક્રમણ ફેલાયુ છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 1,94,274 કેસ સામે આવ્યા છે. બીજી બાજુ બે એપ્રિલ સુધી અહીં ફક્ત 3548 કેસ હતા, જ્યારે 48 દિવસમાં 3,05,157 કેસ સામે આવ્યા છે.

સ્પેનઃ યુરોપનો ત્રીજો સૌથી મોટો સંક્રમિત દેશ છે. અહીં માર્ચમાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાયુ હતું. અહીં 2 એપ્રિલ સુધી 1,12,065 કેસ હતા. જ્યારે 48 દિવસમાં 1,66,738 કેસ થયા છે. અત્યાર સુધી અહીં 2,78,803 કેસ છે.


બ્રાઝીલઃ અહીં સંક્રમણ મે મહિનામાં ખૂબ જ ઝડપથી વધવાની શરૂઆત થઈ છે. અહીં સૌથી વધારે 1,79,776 કેસ મળ્યા છે. બ્રાઝીલમાં 2 એપ્રિલ સુધી ફક્ત 8,044 કેસ હતા. આગામી 48 દિવસમાં અહીં 2,63,841 કેસ સામે આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 1,06,794 દર્દીને સારું થયું છે.

બ્રિટનઃ અહીં સંક્રમિતોની સંખ્યા 2,48,818 થઈ છે. અહીં 2 એપ્રિલ સુધીમાં 33,718 કેસ મળ્યા છે. 48 દિવસમાં 2,15,100 કેસ મળ્યા છે. એપ્રિલ મહિનામાં અહીં સૌથી વધારે 1,41,779 કેસ સામે આવ્યા છે.

ઈટાલીઃ

તે યુરોપની સૌથી પ્રભાવિત દેશો પૈકીની એક છે. અહીં 2 એપ્રિલ સુધી અમેરિકા બાદ સૌથી વધારે 1,15,242 કેસ હતા. જ્યારે 48 દિવસમાં 1,11,457 દર્દી મળ્યા. અહીં સંક્રમિતોની સંખ્યા 2,26,699 છે. ઈટાલીમાં માર્ચમાં સૌથી વધારે 1,04,091 કેસ આવ્યા.

ફ્રાંસઃ અહીં વર્તમાન સમયમાં 1,80,809 લોકો સંક્રમિત થયા છે. અહીં 2 એપ્રિલ સુધીમાં 59,105 કેસ હતા. 48 દિવસમાં 1,21,704 કેસ મળ્યા હતા. અહીં સૌથી વધારે 1,10,189 કેસ એપ્રિલમાં સામે આવ્યા હતા.

જર્મનીઃ અહીં અત્યાર સુધીમાં 1,77,842 કેસ સામે આવ્યા છે. દેશમાં બે એપ્રિલ સુધીમાં 84,794 કેસ મળ્યા હતા. જ્યારે 48 દિવસમાં 94,078 કેસ મળ્યા હતા. જર્મનીમાં સૌથી વધારે 85,028 કેસ એપ્રિલમાં આવ્યા હતા.

તુર્કીઃ મધ્ય-પૂર્વમાં તુર્કીમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. અહીં 2 એપ્રિલ સુધીમાં 18,135 કેસ હતા, જે ત્યાર પછી 48 દિવસમાં 1,33,480 કેસ થયા છે. વર્તમાન સમયમાં અહીં 1,51,615 દર્દી મળ્યા છે. અહીં એપ્રિલમાં સૌથી વધારે 1,04,525 દર્દી સામે આવ્યા છે.

ઈરાનઃ અહીં અત્યાર સુધીમાં 1,24,603 દર્દી સામે આવ્યા છે. અહીં 2 એપ્રિલ સુધીમાં 50,468 કેસ મળ્યા હતા. આગામી 48 દિવસમાં 74,135 કેસ સામે આવ્યા હતા. અહીં એપ્રિલમાં સૌથી વધારે 49,047 કેસ મળ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post