• Home
  • News
  • ઈસરો સાથે રશિયન અંતરિક્ષ એજન્સીનો કરાર:અંતરિક્ષ યાત્રીઓ માટે -250 ડિગ્રી તાપમાનથી બચાય એવો સૂટ બનશે
post

સૂટમાં લગાવેલા પ્રેશર જેટથી યાત્રીઓને ગતિ, બેકપેકમાંથી ઓક્સિજન મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 11:11:01

કોરોના મહામારી વચ્ચે ભારતના પહેલા માનવ અંતરિક્ષ મિશન ગગનયાનને 2022 સુધી પૂરું કરવાના પ્રયાસ તેજ થઈ ગયા છે. રશિયાની રાજધાની મોસ્કોમાં આ મિશન માટે જનારા ચાર અંતરિક્ષ યાત્રીઓ માટે સ્પેસ શૂટ બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ સ્પેસ સૂટ એક પ્રકારના સ્પેસ યાન જેવો હોય છે. જેમ કે, તે વિજ્ઞાનીઓને અંતરિક્ષના તમામ ખતરાથી બચાવે છે.

અવકાશમાં ક્યારેક તાપમાન -250 ડિગ્રી જેટલું નીચે પણ જતું રહે છે, તો ક્યારેક સૂરજ સામે આવે તો ગરમીનો પારો 250 ડિગ્રીએ પહોંચી જાય છે. આ પ્રકારના વાતાવરણમાં આ સૂટ અંતરિક્ષ યાત્રીઓને રક્ષણ આપે છે. ગગનયાન મિશન માટે ઈસરોએ રશિયન અંતરિક્ષ એજન્સી ગ્લાવકોસમોસ સાથે કરાર કર્યો છે, જે અંતર્ગત રશિયા રૂ. 10 હજાર કરોડના ખર્ચે સ્પેસ સૂટ અને બેકપેક પણ બનાવશે. આ બેકપેકમાં શ્વાસ લેવા માટે ઓક્સિજન પણ હશે. તેમાં શ્વાસમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઈડ પણ બહાર નીકળી જશે. બેકપેકમાંથી સૂટને વીજ પુરવઠો મળશે. આ ઉપરાંત એક ફેનથી સ્પેસ સૂટમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન પણ થશે અને તેમાં એક પાણીની ટાંકી પણ હશે. આ સૂટ -250 ડિગ્રી ઠંડી સામે પણ યાત્રીઓને રક્ષણ આપશે.

રશિયા ગગનયાનની સીટ અને કોચ લાઈનર્સ બનાવશે
ગ્લાવકોસમોસના સીઈઓ દિમિત્રી લોસકુતોવે કહ્યું હતું કે અમે ગગનયાનની સીટ અને કોચ લાઈનર્સ પણ બનાવી રહ્યા છે. હાલમાં મેં એન્થ્રોપોમીટ્રિક પેરામીટ્ર માટે જ્વેજ્દાની મુલાકાત લીધી હતી, જ્યાં સૂટ બની રહ્યા છે. સ્પેસ સૂટના નિર્માણ માટે ગ્લાવકોસમોસ અને ઈસરો વચ્ચે 11 માર્ચે કરાર થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post