• Home
  • News
  • જેક મા ટોક્યો કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર બન્યા:રિસર્ચ ટોપિક્સ પર લેક્ચર આપશે, આંત્રપ્રિન્યોરશિપ અને ઈનોવેશન પર સેમિનાર પણ કરશે
post

ટીકા બાદ જેક મા જિનપિંગના નિશાના પર આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 18:32:12

ટોક્યો: અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ લિમિટેડના સહ-સ્થાપક જેક મા, ટોક્યો યુનિવર્સિટી ઓફ ટોક્યો કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જોડાયા છે. બ્લૂમબર્ગે યુનિવર્સિટીની વેબસાઈટના પ્રોફાઈલ પેજના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

રિપોર્ટ અનુસાર, 58 વર્ષીય જેક મા સંશોધન વિષયો પર સલાહ આપશે અને સંશોધન પણ કરશે. સંશોધનમાં ખાસ કરીને ટકાઉ કૃષિ અને ખાદ્ય ઉત્પાદન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે. અહીં મા આંત્રપ્રિન્યોરશિપ અને ઇનોવેશન પર સેમિનાર પણ કરશે. ટોક્યો શાળાએ જેક મા કયા પ્રકારના લેક્ચર અથવા સેમિનાર યોજશે તેની વિગતો પ્રદાન કરી નથી.

ટીકા બાદ જેક મા જિનપિંગના નિશાના પર આવ્યા
જેક મા એક સમયે એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન હતા. ચીન સરકારની નીતિઓની ટીકા કર્યા બાદ જિનપિંગના નિશાને આવ્યા હતા. માની કંપની 'એન્ટ ગ્રુપ'નો વિશ્વનો સૌથી મોટો IPO પણ અટકાવી દેવામાં આવ્યો અને અબજો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો. આ સમગ્ર ઘટના બાદ મા ગાયબ થઈ ગયા હતા.

તેમણે છેલ્લે નવેમ્બર 2020માં ટ્વીટ કર્યું હતું અને તેમનો એક વીડિયો 2021માં સામે આવ્યો હતો. વીડિયોમાં જેક કહેતા જોવા મળ્યો હતો કે મહામારી ખતમ થયા બાદ તેઓ ફરી મળશે. ત્યારબાદ તે નેધરલેન્ડ, સ્પેન, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં જોવા મળ્યા હતા. તે ગયા મહિને જ ચીન પરત ફર્યા હતા.

ચીન પરત ફર્યા બાદ જેક મા યુંગુ સ્કૂલ પહોંચ્યા હતા
ચીન પરત ફર્યા પછી, માએ તેમના વતન હાંગઝોઉમાં યુંગુ સ્કૂલની મુલાકાત લીધી, જ્યાં અલીબાબાનું મુખ્ય મથક પણ છે. આ શાળા અલીબાબાના ભંડોળથી ચાલે છે. આમાં મોટાભાગના બાળકો અલીબાબાના કર્મચારીઓના છે. માએ શાળામાં શિક્ષણ સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં પડકારો વિશે વાત કરી. મા થોડા સમય માટે હોંગકોંગમાં પણ રોકાયા હતા જ્યાં તેઓ તેમના મિત્રોને મળ્યા હતા. તે ઇન્ટરનેશનલ આર્ટ ફેરમાં પણ ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post