• Home
  • News
  • 6 મહિના બાદ માત્ર 53 વેપારી સાથે જમાલપુર એપીએમસી ફરી શરૂ, કામ મળતાં શ્રમજીવીઓની આંખો ભીની થઈ
post

યાર્ડમાં શાકભાજીનું ખરીદ–વેચાણ બપોરે 1થી 5 અને રાતે 8થી સવારે 8 દરમિયાન રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 11:09:04

જમાલપુર એપીએમસી શાક માર્કેટ શરતોને આધીન શરૂ કરાઈ છે. મ્યુનિ.એ મંજૂરી આપતા માર્ચથી બંધ એપીએમસીને મંગળવારે બપોરે એક વાગે શરૂ કરવામાં આવી હતી. તાજેતરની પરિસ્થિતિ અને એપીએમસીની લેખિત રજૂઆતને ધ્યાને લઈ મ્યુનિ.એ શરતોનું સખતપણે પાલન કરવામાં આવ્યું હતું. માત્ર 53 વેપારીઓ સાથે એપીએમસી સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ કરવામાં આવી હતી. મજૂરો અને રોજમદારો છ મહિના બાદ પોતાની ભીની આંખો સાથે કામ પર જોડાયા હતા.

વર્ષો જૂની જમાલપુરની શાકમાર્કેટને છ મહિના બાદ શરૂ કરાઈ હતી. કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશને માર્કેટ બંધ કરી જેતલપુર ખસેડી હતી. જેતલપુર દૂર પડતું હોવાથી અને રિક્ષામાં અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી નાના વેપારીઓ ત્યાં ખરીદી કરવા જઇ શકતા ન હતા. પરિણામે નાના વેપારીઓ પરેશાન થઇ ગયા હતા.

પરંતુ એપીએમસીના કુલ 157 વેપારીમાંથી પ્રથમ દિવસે 53, બીજા દિવસે 53 અને ત્રીજા દિવસે 51 વેપારીઓને વેપાર કરવાની પરવાનગી મ્યુનિ. દ્વારા આપવામાં આવી હતી. યાર્ડમાં શાકભાજીના ખરીદ વેચાણની કામગીરી બપોરે 1થી 5 અને રાત્રિના 8થી સવારના 8 દરમિયાન રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post