• Home
  • News
  • જમ્મુમાં તાવી નદી પર અમદાવાદ મ્યુનિ.ની સલાહ મુજબ સાબરમતી જેવો 3.5 કિમીનો રિવરફ્રન્ટ બનશે
post

જમ્મુનું પ્રતિનિધિમંડળ અમદાવાદની મુલાકાતે, મ્યુનિ.ને માર્ગદર્શનના 1 કરોડ મળશ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 09:45:39

જમ્મુની તાવી નદી પર સાબરમતી જેવો રિવરફ્રન્ટ માટે ત્યાંની સરકારે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. ત્યાંના પ્રિન્સિપલ સેક્રેટરી, લેફ્ટેનન્ટ ગવર્નર, કલેક્ટર, કમિશનર સહિત એન્જિનિયરોની ટીમે રવિવારે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી અને વિવિધ મુદ્દાઓ અંગે પરામર્શ કર્યો હતો.

નદી પર બનનારા કુલ સાડા ત્રણ કિલોમીટરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ તરીકે અમદાવાદ કોર્પોરેશન કામ કરી રહ્યું છે. કુલ 400 કરોડના પ્રોજેક્ટ કોસ્ટની 0.50 ટકા લેખે જમ્મુ સરકાર અમદાવાદ કોર્પોરેશનની કન્સલ્ટન્સી ફી ચૂકવશે. જો કે, સાડા ત્રણ કિલોમીટર પૈકી હજુ માત્ર દોઢ કિલોમીટરના કામ માટે ટેન્ડર ઈસ્યુ થયા છે. તે સંબંધિત જરૂરી માર્ગદર્શન માટે જમ્મુ સરકારે મ્યુનિ.ને હાલ 1 કરોડ રૂપિયા ફી આપી છે.

વર્ષ 2015માં આ પ્રોજેક્ટની તૈયારી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંની સરકારે મ્યુનિ. સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ કંપની સાથે એન્જિનિયરિંગ, ટેક્નિકલ સહિત વિવિધ મુદ્દાઓ અંગે એમઓયુ સાઈન કર્યા હતા. અહીં જે પ્રકારે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવ્યો છે તે જ પ્રકારે ત્યાં પણ રિવરફ્રન્ટ બનાવવામાં આવનાર છે.

ફ્લાવર ગાર્ડન, પેડેસ્ટ્રિયન બ્રિજ જેવા પ્રોજેક્ટમાં રસ દાખવ્યો
જમ્મુથી આવેલા પ્રતિનિધિમંડળે પેડેસ્ટ્રિયન બ્રિજ, સ્પોર્ટ્સ પાર્ક, બાયોડાઈવર્સિટી પાર્ક, ફ્લાવર ગાર્ડન, મલ્ટિલેવલ સ્માર્ટ પાર્કિંગ જેવા પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ વર્માએ શહેરી વિકાસના વિવિધ મુદ્દા અંગે વિસ્તૃત સમજ આપી હતી. પ્રતિનિધિમંડળ સોમવારે મ્યુનિ.ના વિવિધ પ્રોજેક્ટના અભ્યાસ માટે સ્માર્ટ સિટીની મુલાકાત લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post