• Home
  • News
  • જાપાનનો ફ્લાવર ફેસ્ટિવલ રદ કરી દેવાયો, 50 લાખ ફૂલોને ઉખાડી નાખવામાં આવી શકે
post

જાપાનનો 73 લાખની વસતી ધરાવતો પ્રાંત સાઈતામા. શરદ ઋતુ શરૂ થતાં જ દર વર્ષે દેશભરમાંથી લોકો અહીં ફરવા પહોંચે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 11:01:06

જાપાનનો 73 લાખની વસતી ધરાવતો પ્રાંત સાઈતામા. શરદ ઋતુ શરૂ થતાં જ દર વર્ષે દેશભરમાંથી લોકો અહીં ફરવા પહોંચે છે. કારણ અહીંના પાર્ક અને જંગલોમાં ખીલતાં ફૂલો, જેને સ્પાઇડર લિલી કહેવાય છે. જોકે આજુબાજુના થોડા ઘણા લોકો જ આ પાર્કની મુલાકાતે આવી રહ્યા છે પણ ભીડ વધશે તો કોરોનાના ચેપને અટકાવવા 50 લાખ સ્પાઈડર લિલીનાં ફૂલ ઉખાડી નાખવામાં આવી શકે છે.

ગોનેન્ડો પાર્કની દેખરેખ કરનારા હિરોતો જણાવે છે કે કોરોનાને લીધે વાર્ષિક ફ્લાવર ફેસ્ટિવલ રદ કરાયો છે. આ ફેસ્ટિવલ ઓક્ટોબરથી શરૂ થાય છે જે આશરે બે અઠવાડિયાં સુધી ચાલે છે. આ ફેસ્ટિવલમાં દર વર્ષે આશરે 20 લાખ લોકો આવતા હતા પણ આ વર્ષે પ્રાંતના મોટા ભાગના પાર્ક ખાલીખામ છે. જોકે સારી વાત એ છે કે ખાલી પડેલા પાર્ક કોઈ સ્વર્ગથી ઓછાં નથી જણાઈ રહ્યાં. હાલના સમયે પાર્કમાં લાલ, ગુલાબી સહિત અનેક રંગોનાં ફૂલો ખીલ્યાં છે.

8 લાખ ટ્યુલિપનાં ફૂલ ઉખાડી નાખ્યાં હતાં
દુનિયામાં જ્યારે કોરોના ફેલાયો ત્યારે જાપાનના ચિબા પ્રાંતમાં ટ્યુલિપનાં ફૂલો ખીલી ઊઠ્યાં હતાં. સકુરા અને યામ શહેરના પાર્કમાં 100થી વધુ પ્રકારનાં 8 લાખ ટ્યુલિપનાં ફૂલો ખીલ્યાં હતાં પણ ચેપને ધ્યાનમાં રાખી આ તમામ ફૂલને ઉખાડી નખાયાં હતાં જેથી તેને જોવા માટે ભીડ એકઠી ન થાય. જાપાનમાં અત્યાર સુધી 87 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post